
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
ધનસુરા ગર્લ્સ સ્કૂલના શિક્ષક નીરવ ચૌહાણની ,જીલ્લાના શ્રેષ્ઠ પારિતોષિક એવોર્ડથી સન્માનિત કરાશે
અરવલ્લી જીલ્લા શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ-૨૦૨૬ને લઈને ‘શ્રેષ્ઠ શિક્ષક જીલ્લા પારિતોષિક’ માટેના યોગ્ય અને પ્રતિભાશાળી શિક્ષકોના નામોની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે જેમાં ધનસુરાની શ્રી આર.એસ.વી.જી.પટેલ ગર્લ્સ સ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષક નિરવભાઈ હસમુખભાઈ ચૌહાણને પસંદગી કરવામાં આવતા શાળા પરિવારમાં આનંદ છવાયો છે

૫ સપ્ટેમ્બર શિક્ષક દિવસના રોજ ધનસુરા શ્રી આર.એસ.વી જી.પટેલ ગર્લ્સ હાઈસ્કૂલમાં ગણિત અને વિજ્ઞાનના શિક્ષક તરીકે સેવા આપતા નીરવ ચૌહાણને જીલ્લા શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ એનાયત કરવામાં આવશે નીરવ ચૌહાણ શિક્ષક તરીકે ઉમદા વ્યક્તિત્વ ધરાવે છે વિદ્યાર્થીઓ માટે સૌથી અઘરા વિષય તરીકે જાણીતા ગણિત અને વિજ્ઞાનને તેમની આગવી શૈલીમાં અભ્યાસ કરાવવાની આવડત વિદ્યાર્થીઓમાં ખૂબ જ લોકપ્રિય બની રહે છે વિદ્યાર્થીઓ સાથે આત્મીય સંબંધો અને સેવાકીય કર્યો સમગ્ર પંથકમાં જાણીતા છે જીલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે તેમની પસંદગી થતા વિદ્યાર્થીઓ અને મિત્ર વર્તુળમાં હર્ષની લાગણી છવાઈ હતી



