BANASKANTHADEODARGUJARAT

નવનિર્મિત વાવ-થરાદ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે નવીન પટેલની વરણી

નવનિર્મિત વાવ-થરાદ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે નવીન પટેલની વરણી

પ્રતિનિધિ – દિયોદર ફોટો અહેવાલ કલ્પેશ બારોટ

 

ગુજરાત વિધાનસભા 2027 ની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે આમ આદમી પાર્ટી દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા કવાયત હાથ ધરવામાં આવી છે.

 

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી તથા પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા દ્વારા નવનિયુક્ત વાવ-થરાદ જિલ્લાના નવા જિલ્લા પ્રમુખ તરીકે નવીન પટેલ ને જવાબદારી સોંપવામાં આવી છે નવીન પટેલ અગાઉ દિયોદર તાલુકા પ્રમુખ તરીકે સફળતાપૂર્વક સેવા આપી ચૂક્યા છે અને પક્ષના સંગઠન માટે સક્રિય રહ્યા છે. તેમને સમગ્ર જિલ્લાની જવાબદારી સોંપાતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

 

આ નિમણૂક બાદ વાવ-થરાદ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. નવનિયુક્ત પ્રમુખ દ્વારા આગામી દિવસોમાં જિલ્લાભરમાં સંગઠનને બુથ લેવલ સુધી મજબૂત બનાવવા માટે સક્રિય તૈયારીઓ શરૂ કરી દેવામાં આવશે આ તકે નવીન પટેલે પ્રદેશ નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો અને પક્ષને જિલ્લામાં વધુ મજબૂત બનાવવાની ખાતરી આપી હતી.

Back to top button
error: Content is protected !!