GUJARATHALOLPANCHMAHAL

હાલોલ ટીંબી ચોકડી નજીક જિલ્લા LCB પોલીસે ₹12 લાખના મુદ્દામાલ સાથે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો એકની ધરપકડ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૯.૮.૨૦૨૬

 

હાલોલમાં વિદેશી દારૂની હેરાફેરી સામે પંચમહાલ LCB પોલીસે મોટી કાર્યવાહી કરીને રૂ. 12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે LCBની ટીમે હાલોલ ટીંબી ચોકડી ખાતે નાકાબંધી ગોઠવી હતી. આ દરમિયાન પાવાગઢ રોડ તરફથી આવી રહેલી એક નંબર પ્લેટ વગરની સફેદ SUV કારને રોકવાનો ઈશારો કરાયો હતો. પરંતુ, કારચાલકે ગાડી ઊભી રાખવાને બદલે હાલોલ તરફ પુરઝડપે ભગાડી મૂકી હતી.પોલીસે તુરંત પીછો શરૂ કરતા કારચાલકે ગાયત્રી મંદિરથી સુલતાનપુરા તરફના અંતરિયાળ રસ્તે કાર દોડાવી હતી. આગળ રસ્તો બંધ થઈ જતાં આરોપી ગાડી મૂકીને ભાગવા જતો હતો, ત્યારે જ પોલીસે તેને કોર્ડન કરીને ઝડપી લીધો હતો.પોલીસે ગોવા સ્પિરીટ વ્હિસ્કીની 1,700 ક્વાર્ટર,બીયરના ટીન 864 નંગ અને લંડન પ્રાઇમના 192 ક્વાર્ટર સાથે (દારૂ અને વાહન સહિત કુલ આશરે ₹12 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો છે.આ કેસમાં પોલીસે કારચાલક કનૈયાલાલ ઉર્ફે ગણેશ કાગડાભાઈ રાઠવા (રહે. હાલોલ)ની સ્થળ પરથી ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપી મોહસીન મુસ્તાક શેખને સહઆરોપી દર્શાવીને તેની સામે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!