GUJARATHALOLPANCHMAHAL

હાલોલમાં શ્રી ગણેશોત્સવની ધામધૂમપૂર્વક તૈયારીઓ શરૂ,શિવાય ગ્રૂપના ગણપતિ દાદાની ભવ્ય આગમન યાત્રામાં જનમેદની ઉમટી.

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૩૦.૮.૨૦૨૬

હાલોલ શહેરમાં આગામી શ્રી ગણેશોત્સવને લઈને ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરમાં ગણેશ મહોત્સવની તૈયારીઓ પૂર્ણ જોશમાં શરૂ થઈ ગઈ છે, જેના ભાગરૂપે વિવિધ યુવક મંડળો દ્વારા એક પછી એક શ્રી ગણેશજીની આગમન યાત્રાઓ યોજવામાં આવી રહી છે.શનિવારે રાત્રે હાલોલ શહેરના કણજરી રોડ પર આવેલ શિવાય ગ્રૂપના હાલોલ ચા રાજા’ની ભવ્ય આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અને કણજરી સ્ટેટ યુવરાજ મયુરઘ્વજસિંહજી પરમાર ની ઉપસ્થિતિમાં મૂર્તિ અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં હાલોલ નગર પાલિકા પ્રમુખ નિશાબેન દેસાઈ ઉપ પ્રમુખ સંજય પટેલ અને હાલોલ શહેર બીજેપી પ્રમુખ હરીશભાઈ ભરવાડ સહિત ભાજપા અગ્રણીઓ હાજર રહ્યા હતા.આ પ્રસંગે ડીજેના તાલ અને ઝગમગતી ક્લબ લાઈટિંગના ભવ્ય નજારા વચ્ચે શ્રીજીની પ્રતિમાનું આગમન થયું હતું. આ ધાર્મિક યાત્રામાં ભક્તોનું વિશાળ માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને સમગ્ર વાતાવરણ “ગણપતિ બાપ્પા મોરિયા”ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.શ્રી ગણેશજીના દર્શન કરવા અને આશીર્વાદ મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર આવી પહોંચ્યા હતા.આગમન યાત્રા દરમિયાન લોકોનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળ્યો હતો. શહેરમાં ગણેશોત્સવને ભવ્ય બનાવવા માટે વિવિધ મંડળો દ્વારા આયોજનોને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

Back to top button
error: Content is protected !!