GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:તંત્રના અસહકાર વચ્ચે યુવાનોની પર્યાવરણ ભક્તિ: વાંકાનેર જડેશ્વર ગ્રાઉન્ડમાંથી ૫૭ બેગ કચરો વીણી મેદાન સ્વચ્છ કરાયું

 

WAKANER:તંત્રના અસહકાર વચ્ચે યુવાનોની પર્યાવરણ ભક્તિ: વાંકાનેર જડેશ્વર ગ્રાઉન્ડમાંથી ૫૭ બેગ કચરો વીણી મેદાન સ્વચ્છ કરાયું

 

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન વાંકાનેર નજીક આવેલા જડેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં યોજાયેલા ભવ્ય મેળા બાદ ગ્રાઉન્ડમાં ફેલાયેલી ગંદકી દૂર કરવા માટે રવિવારે ‘મહા સફાઈ અભિયાન’ હાથ ધરવામાં આવ્યું હતું. ‘કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ’ મોરબીના પ્રમુખ ગૌરવ જાનીના માર્ગદર્શન હેઠળ સ્વયંસેવકોએ ભારે જહમત ઉઠાવીને મેદાનમાંથી ૧૮x૩૬ સાઈઝની કુલ ૫૭ જેટલી મોટી બેગ ભરીને પ્લાસ્ટિક અને અન્ય કચરો એકઠો કર્યો હતો.

તંત્રના અસહકાર વચ્ચે પણ યુવાનોની પર્યાવરણ ભક્તિ – સ્થાનિક પ્રશાસન કે મેળાના આયોજકો તરફથી કોઈ સુવિધા કે સહકાર ન મળ્યો હોવા છતાં, યુવાનોએ સ્વયંભૂ આ કામગીરી ઉપાડી લીધી હતી. માટીમાં દબાયેલો અને ફેલાયેલો કચરો વીણવો અત્યંત શ્રમજનક હોવા છતાં, કેવળ પર્યાવરણ અને મહાદેવ પ્રત્યેની આસ્થાથી પ્રેરાઈને યુવાનોએ આ કઠિન કાર્ય સફળતાપૂર્વક પૂરું કર્યું હતું. સંસ્થાએ આ તમામ નિઃસ્વાર્થ સ્વયંસેવકોનો આભાર માન્યો હતો.

લોકોમાં જાગૃતિ આવી, પરંતુ ડસ્ટબિનનો અભાવ – અભિયાન દરમિયાન એ બાબત સામે આવી કે લોકોમાં હવે સ્વચ્છતા અંગે જાગૃતિ આવી છે અને તેઓ કચરો ફેંકવા માટે ડસ્ટબિન શોધે છે. પરંતુ મેળામાં પૂરતી કચરાપેટીઓ ન હોવાને કારણે મજબૂરીવશ કચરો મેદાનમાં ફેલાય છે.

સાતમ-આઠમના મેળાઓના આયોજકોને ખાસ અપીલ – આગામી સાતમ-આઠમના લોકમેળાઓને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટ દ્વારા આયોજકો અને તંત્રને મહત્વપૂર્ણ અપીલ કરવામાં આવી છે સ્ટોલ ધારકો પાસેથી ભલે ₹૧૦૦૦ વધુ ભાડું વસૂલવામાં આવે, પરંતુ દરેક જગ્યાએ ફરજિયાત કચરાપેટી મુકવામાં આવે. સ્વચ્છતા જાળવવી એ માત્ર સફાઈ કામદારો કે સંસ્થાઓની જ નહીં, પણ આયોજકોની પણ પ્રાથમિક ફરજ છે. જો શરૂઆતથી જ કચરાપેટીની વ્યવસ્થા હશે, તો મેળા બાદ કચરો વીણવાની નોબત નહીં આવે અને યાત્રાધામો સ્વચ્છ રહેશે.

Back to top button
error: Content is protected !!