ARAVALLIGUJARATMODASA

મોડાસામાં માતૃ-પુત્રીના સ્નેહબંધને નવી ઉષ્મા આપતા સ્નેહ સંવાદ સાથે મા-દીકરી ગૌરવ સંમેલન યોજાયું

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસામાં માતૃ-પુત્રીના સ્નેહબંધને નવી ઉષ્મા આપતા સ્નેહ સંવાદ સાથે મા-દીકરી ગૌરવ સંમેલન યોજાયું

 

બહેનોનો અભૂતપૂર્વ પ્રતિસાદ વિશાળ સંખ્યામાં બહેનો ઉમટી પડતાં વધારાની બેઠક વ્યવસ્થા કરવી પડી

અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ સમિતિ, અરવલ્લી જિલ્લા દ્વારા સમાજજીવનમાં સંસ્કાર, સ્નેહ, પારિવારિક મૂલ્યો અને મા-દીકરીના પવિત્ર સંબંધને વધુ મજબૂત બનાવવાના હેતુથી સ્નેહ સંવાદ સાથે મા-દીકરી ગૌરવ સંમેલનનું ભવ્ય આયોજન મોડાસા ખાતે કરવામાં આવ્યું હતું.

સમાજની માતાઓ-બહેનો અને દીકરીઓને એક મંચ પર લાવી તેમના વચ્ચેનો લાગણીસભર સ્નેહસંબંધ વધુ મજબૂત બને અને પરિવાર તથા સમાજના ઉત્કર્ષ માટે સામૂહિક ચિંતન થાય તેવા ઉમદા હેતુથી યોજાયેલા આ કાર્યક્રમને અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી બહેનોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહેતાં સભાખંડમાં બેઠક વ્યવસ્થા પણ ટૂંકી પડી હતી અને આયોજકોને વધારાની બેઠક વ્યવસ્થા કરવાની ફરજ પડી હતી.

કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને સ્વાગત સાથે થઈ હતી. અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘની મહિલા પ્રમુખ દક્ષાબેન પ્રજાપતિએ સ્વાગત પ્રવચન કરી ઉપસ્થિત મહેમાનો તથા બહેનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેમણે માતા અને દીકરી વચ્ચેના લાગણીસભર સંબંધને જીવનની સૌથી અમૂલ્ય મૂડી ગણાવી સમાજના સર્વાંગી વિકાસમાં મહિલાઓની ભૂમિકા અંગે વાત કરી હતી.કાર્યક્રમમાં સમારંભ અધ્યક્ષ તરીકે ગુજરાત પ્રદેશ ભાજપા ઉપાધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે એડિશનલ કલેકટર ડૉ. અનિલભાઈ કે. પ્રજાપતિ,અને મુખ્ય વક્તા તરીકે દિનેશભાઈ એસ. પ્રજાપતિ અને અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ સહમંત્રી કનુભાઈ મારુ સહિતના મહાનુભાવોએ માર્ગદર્શન આપ્યું હતું.

વક્તાઓએ પોતાના સંબોધનમાં આજના સમયમાં માતા-દીકરી વચ્ચેના સંવાદની આવશ્યકતા, દીકરીઓના શિક્ષણ અને સશક્તિકરણ, પરિવારના સંસ્કારો તથા સમાજના વિકાસમાં મહિલાઓની ભૂમિકા અંગે પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા હતા.કાર્યક્રમ દરમિયાન દીકરીઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી વિશેષ લકી ડ્રોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાગ્યશાળી દીકરીઓને આકર્ષક ઇનામો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે સમાજની દીકરીઓને શિક્ષણ, સંસ્કાર અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમનું સુચારુ અને રસપ્રદ સંચાલન નીતાબેન ગુર્જર, કીર્તિબેન પ્રજાપતિ અને શિલ્પાબેન પ્રજાપતિએ કર્યું હતું. કાર્યક્રમના અંતે મહામંત્રી નીરૂબેન પ્રજાપતિએ આભારવિધિ કરી હતી અને કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપનાર તમામ મહાનુભાવો, બહેનો તથા કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો.આ ભવ્ય આયોજનને સફળ બનાવવા ઝોન ઉપાધ્યક્ષ દિનેશભાઈ પ્રજાપતિ, જિલ્લા પ્રમુખ રાજુભાઈ ગુર્જર, મનોજનભાઈ ગુર્જર, વિનોદભાઈ પ્રજાપતિ, જયંતીભાઈ પ્રજાપતિ, મહેશભાઈ પ્રજાપતિ, અરવિંદભાઈ પ્રજાપતિ, દિનેશભાઈ જે. પ્રજાપતિ, રમણલાલ પ્રજાપતિ, જીતુભાઈ પ્રજાપતિ, ધર્મેન્દ્રભાઇ પ્રજાપતિ, ભરતભાઈ પ્રજાપતિ , દીપકભાઈ પ્રજાપતિ અને કમલેશભાઈ પ્રજાપતિ સહિત સંઘના આગેવાનો અને કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!