
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો દબદબો
અરવલ્લી: મેઘરજ સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો દબદબો જોવા મળ્યો છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર સહિત કુલ 7 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે

મેઘરજ સહકારી સંઘની ચૂંટણીમાં વ્યક્તિ પ્રતિનિધિ તરીકે 3 ઉમેદવારો અને મંડળી પ્રતિનિધિ તરીકે 4 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. આમ, કુલ 7 ઉમેદવારોની બિનહરીફ વરણી થતા ભાજપ પ્રેરિત પેનલનો દબદબો સ્પષ્ટ થયો છે.અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોરની બિનહરીફ વરણી થતાં ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં ખુશીની લહેર જોવા મળી હતી. ભાજપના આગેવાનો અને કાર્યકરોએ બિનહરીફ ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓને શુભેચ્છાઓ પાઠવી હતી.મેઘરજ સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલને મળેલી આ સફળતાને લઈને પક્ષના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.



