
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
વસંત મસાલા પ્રાઇવેટ લિમિટેડ અને રાજયોગ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ‘નાદ સે અનહદ નાદ’ આધ્યાત્મિક કાર્યક્રમ યોજાયો
તલોદ ખાતે GGRC ખાતે બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલયના પરિસરમાં વસંત મસાલા પ્રાઇવેટ લિમિટેડ અને રાજયોગ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન જરૂરિયાતમંદ લોકોને જીવનજરૂરી ચીજવસ્તુઓની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ઘઉં, અનાજ, મસાલા સહિતની વિવિધ વસ્તુઓ આપવામાં આવી હતી.

આ પ્રસંગે ‘નાદ સે અનહદ નાદ’ આધ્યાત્મિક કાર્યક્રમ પણ યોજાયો હતો. જાણીતા ગાયક હરીશ મોયલ દ્વારા ભાવસભર લાઈવ ગાયન રજૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વોટર ચાર્જિંગ, આધ્યાત્મિક ચેન્જ, ભજનો સહિતની વિવિધ આધ્યાત્મિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.વસંત મસાલા 56 વર્ષથી કાર્યરત ઉદ્યોગ હોવાનું જણાવાયું હતું. કંપની દ્વારા વ્યવસાય સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. ઝાલોદ વિસ્તારમાં આશરે 300 ખેડૂતોને ઓર્ગેનિક ખેતી માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હોવાનું અને તેના સારા પરિણામો મળ્યા હોવાનું જણાવાયું હતું.વસંત મસાલા ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યો તેમજ વિદેશના 10 જેટલા દેશોમાં કાર્યરત હોવાનું જણાવાયું હતું. કંપની દ્વારા વિવિધ પ્રકારના મસાલા સહિતની પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરવામાં આવે છે અને આશરે 100 જેટલા ટેસ્ટ ઉપલબ્ધ હોવાનું પણ જણાવાયું હતું.આમ, સેવાકીય પ્રવૃત્તિ અને આધ્યાત્મિકતાના સમન્વય સાથે તલોદ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જરૂરિયાતમંદોને મદદરૂપ થવા સાથે ઉપસ્થિત લોકોને આધ્યાત્મિક અનુભૂતિ કરાવવામાં આવી હતી.



