
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા – સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગાય માતા અને શ્વાન માટે રોટલી-ગોળ ખવડાવવાનો સેવાયજ્ઞ યોજાયો
અરવલ્લી, મોડાસા : હિંદુ ધર્મના પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે મોડાસા ખાતે છેલ્લા કેટલાય વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગાય માતા તેમજ શ્વાન માટે રોટલી અને ગોળ ખવડાવવાના સેવાકાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું.ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલા આ સેવાકાર્યનો મુખ્ય ઉદ્દેશ અબોલ જીવો પ્રત્યે પ્રેમ, કરુણા અને સેવાભાવની ભાવના સમાજમાં વધુ મજબૂત બનાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ગાય માતા તથા શ્વાનને રોટલી અને ગોળ ખવડાવી સેવા કાર્ય કરવામાં આવ્યું હતું.

આ સેવાકાર્યમાં સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટના વંદન ભાઈ રાવલ, શુભમ ભાઈ શાહ, નિર્મલ ભાઈ ચૌહાણ, હર્ષ ભાઈ સુથાર સહિત ટ્રસ્ટના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને સેવાકાર્યમાં સહભાગી બની કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.કાર્યક્રમના અંતે સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ દ્વારા સેવાકાર્યમાં સહયોગ આપનાર દાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ટ્રસ્ટ દ્વારા આગામી દિવસોમાં પણ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.



