‘સલામતી સવારી બસ હમારી’ સાથે થરાદને નવી ભેટ, અમદાવાદ રૂટ પર પ્રીમિયમ AC બસ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
થરાદ બસ સ્ટેશન ખાતેથી થરાદ-અમદાવાદ રૂટ પર નવી પ્રીમિયમ AC બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ લીલી ઝંડી આપી બસનું લોકાર્પણ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. નવી AC બસનું નિરીક્ષણ કરી શંકરભાઈ ચૌધરીએ બસ મુસાફરો માટે આરામદાયક હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આ બસ સેવા થરાદના વેપારીઓ માટે પણ ઉપયોગી બનશે. સવારે અમદાવાદ જઈ કામ પૂર્ણ કરી સાંજે પરત થરાદ આવી શકાય તેવી સુવિધા મળશે. તેમણે કાર્યકરો સાથે બસમાં બેસીને દેલનકોટ ગામ સુધી મુસાફરી પણ કરી હતી. નવી બસ સેવા શરૂ થતાં થરાદ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના મુસાફરોને અમદાવાદ તરફ અવરજવર માટે વધુ સારી સુવિધા મળશે. બસ સેવાના પ્રારંભથી મુસાફરોમાં આનંદની લાગણી જોવા મળી હતી. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર તુષાર જાની, વાવ-થરાદ જિલ્લા ભાજપ પ્રમુખ નરેશભાઈ ઠાકોર, ડી.ડી.રાજપુત, ગુલાબગીરી અતિત, થરાદ ભાજપ મહામંત્રી ઉમેદદાન ગઢવી, જમીનભાઈ પ્રજાપતિ, પ્રતાપભાઈ સોની, હિતેશભાઈ વાણીયા, નંદુભાઈ મહેશ્વરી, ખેતાભાઈ હડિયલ, કલાવતીબેન રાઠોડ, ગીતાબેન સોની તથા ભારતીબેન સેંગલ ઉપસ્થિત રહ્યા હતા. એસટી વિભાગ તરફથી વિભાગીય નિયામક એમ.બી.રાવલ, વિભાગીય પરિવહન અધિકારી વી.એસ.ચૌધરી, વિભાગીય યાંત્રિક ઈજનેર કે.જે.ચૌધરી, નાયબ ઈજનેર નીસીતભાઈ, સિવિલ સુપરવાઈઝર ગૌસ્વામી જી, પાલનપુર વિભાગની ટીમ તેમજ થરાદ ડેપો મેનેજર ભરતભાઈ ચૌધરી, થરાદ ડેપો ક્રેડિટ સોસાયટીના ડિરેક્ટર દિનેશ પટેલ સહિત થરાદ ડેપોની ટીમ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.



