GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં વ્યાજખોરોના ત્રાસ :ભાજપ આગેવાન અમૃતસિંહ જાડેજાનો આપઘાત : મરવા મજબુર કરનાર બે શખ્સોની ધરપકડ

 

MORBI:મોરબીમાં વ્યાજખોરોના ત્રાસ :ભાજપ આગેવાન અમૃતસિંહ જાડેજાનો આપઘાત: મરવા મજબુર કરનાર બે શખ્સોની ધરપકડ

 

મોરબીમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી અને માનસિક ત્રાસથી કંટાળીને મોરબીમાં વધુ એક યુવકે પોતાનું આયુષ્ય ટૂંકાવ્યું છે. મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા અને ભાજપના જિલ્લા યુવા મોરચાના મીડિયા સેલના સહ-ઇન્ચાર્જ અમૃતસિંહ ઉર્ફે ઓમદેવસિંહ દાનુભા જાડેજાએ રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે જ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ મામલે બી ડિવિઝન પોલીસે મૃતકના પત્નીની ફરિયાદના આધારે બે વ્યાજખોરોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ચા-નાસ્તાની હોટલમાં ખોટ જતાં વ્યાજે રૂપિયા લીધા હતા – મૃતક અમૃતસિંહના પત્ની ઇલાબા જાડેજા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, તેમના પતિએ આરોપીઓ સાથે ભાગીદારીમાં હળવદના ચરાડવા ગામે ચા-નાસ્તાની હોટલ શરૂ કરી હતી. ધંધો બરાબર ન ચાલતા અમૃતસિંહે આરોપી યુવરાજ ઉર્ફે લાલાભાઈ પાસેથી રૂ. 3.25 લાખ વ્યાજે લીધા હતા. અમૃતસિંહ સમયસર વ્યાજ ચૂકવતા હોવા છતાં, આરોપીઓએ તેમની પાસેથી જીજે-36-એઆર-8000 નંબરની બલેનો કાર બળજબરીથી પડાવી લીધી હતી અને ‘પૈસા આપો તો જ કાર પાછી મળશે’ તેમ કહી ઉઘરાણી કરી માનસિક ત્રાસ આપતા હતા.

પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી, સુસાઇડ નોટ જપ્ત – આ અંગે ડીવાયએસપીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, પોલીસે આપઘાતની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધી ત્વરિત તપાસ હાથ ધરી હતી. પોલીસે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે:મહેશ ઉર્ફે મયુરસિંહ દિલીપભાઈ ચૌહાણ (રહે. ચરાડવા) લાલો ઉર્ફે યુવરાજ ગોપાલ ખવાસ (રહે. કોંઢ, તા. ધ્રાંગધ્રા) પોલીસે આરોપીઓ પાસેથી કબ્જે કરેલી સામગ્રી: બળજબરીથી પડાવી લેવાયેલી બલેનો કાર – 2 મોબાઈલ ફોન મૃતકે આપઘાત પહેલા લખેલી સુસાઈડ નોટ બી ડિવિઝન પોલીસે સુસાઈડ નોટ આધારે ગુનાના તમામ પાસાઓ પર વધુ તપાસ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!