DHRANGADHRASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ધ્રાંગધ્રા સત્તરતડ સહસ્ત્ર બ્રહ્મસમાજ દ્વારા તેજસ્વી તારલાઓનો પારિતોષિક સમારોહ યોજાયો

તા.31/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે ધાંગધ્રા સત્તરતડ ઔદીચ્ય સહસ્ત્ર બ્રહ્મસમાજ તરફથી પ્રાથમિક, માધ્યમિક, અને ઉચ્ચ અભ્યાસક્રમમાં ઉતીર્ણ થયેલ હોય તેવા તેજસ્વી તમામ તારલાઓને પારિતોષિક અને પુરસ્કાર વિતરણ સમારોહનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું. જે કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે એમ.એમ.દવે નિવૃત જેલર સાબરમતી સેન્ટ્રલ જેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓની જન્મભૂમિ ઉપર જ પૂજ્ય સી. કે. વ્યાસ સર અને રાજેશભાઈ ત્રિવેદી સર અને પ્રબુધ્ધ વડીલો દ્વારા ઘર આંગણે જ્યારે મુખ્ય ચીફ ગેસ્ટ તરીકે આમંત્રણ મળે ત્યારે વિશેષ આનંદ થાય છે. આ કાર્યક્રમ બ્રહ્મસમાજ દ્વારા આયોજીત હોવાથી કાર્યક્રમની શરૂઆત શ્રીમતી ભારતી ત્રિવેદી દવે દ્વારા ભગવાનશ્રી શિવની નટરાજ સ્તુતિથી કરવામાં આવેલ હતી સાથે મહેશ દવે દ્વારા હાર્મોનિયમની સંગત કરતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. બ્રહ્મસમાજના અગ્રણીઓ પ્રમુખ ચંદ્રકાંતભાઈ ભટ્ટ, નિલેશભાઈ દવે, હિમાંશુ રાવલ ભુનેશભાઈ દવે, કમલેશ ત્રિવેદી અને રમેશભાઈ ઉર્ફે બટુકભાઈ ત્રિવેદી અને ધાંગધ્રા નગરપાલિકાના સદસ્ય અંજલીબેન ભટ્ટ અને હિરલબેન ભટ્ટ પણ હાજર રહ્યા હતા. ઉપરાંત ઉદયભાઈ ભટ્ટ અને બ્રિજેશ ભટ્ટ ખાસ પણ ઉપસ્થિત રહી સ્ટેજ અને સાઉન્ડ સિસ્ટમની ઉતમ સેવા આપી હતી બ્રિજેશ ઉર્ફે બાબુલ ત્રિવેદી દ્વારા ફોટોગ્રાફીની સેવા નોંધનીય રહી હતી. મિલનભાઈ ભટ્ટ દ્વારા સ્વાદિષ્ટ રસોઈની સેવા અદુભુત રહી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન બ્રહ્મસમાજના વિદ્વાન અગ્રણી સી.કે.વ્યાસ સાહેબ દ્વારા કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં અંદાજે 84 જેટલા બાળકોને પારિતોષિક વિતરણ કરવામાં આવેલ હતું. જેમાં પ્રમાણપત્ર સાથે ટ્રોફી અને રોકડ પુરસ્કાર શ્રી દવે દ્વારા એનાયત કરવામાં આવેલ હતા. કાર્યક્રમના મધ્યે મને જેલર તરીકે અનુભવયુક્ત વક્તવ્ય આપવાની તક આપવામાં આવી હતી. સાંપ્રત સમયના બે મોટા દુશ્મનો ડ્રગ્સ જેવા વ્યસન અને સાયબર ક્રાઇમ ઉપર વિસ્તૃત રીતે જેલર મહેશ દવે દ્વારા વિચારો વ્યક્ત કરી યુવાનોને ચેતવ્યા હતા. ધ્રાંગધ્રા બ્રહ્મસમાજના ભાઈઓ બહેનો બાળકો સમક્ષ લગભગ એક કલાક સુધી અંધારી આલમની દુનિયામાં ડ્રગ્સ જેવા દૂષણ વિશે અનુભવયુક્ત વાતો કરી, ભવિષ્યમાં આપણું યુવાધન ખરાબ સોબત થકી કે છેતરાઇને વ્યસન અને સાયબર ક્રાઇમનો શિકાર ન બને તે બાબતે બધાને ચેતવ્યા હતા. ઉપસ્થિત તમામ ભાઈઓ બહેનો અને બાળકોએ મારી વાતને ધ્યાનથી સાંભળી અને દાદ આપી રહ્યા હતા. એકંદરે કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો.આ કાર્યક્રમમાં બ્રહ્મસમાજના અન્ય અગ્રણીઓ સુનિલભાઈ પાઠક શ્રીમતિ નીતા પાઠક, સુશ્રી સીમાબેન પાઠક, રામભાઈ ઠાકર, તેજસ પાઠક અને તેજસ મહેતા શ્રી વિપુલ ભટ્ટ સહિત પરશુરામ યુવા સંગઠનના તમામ ઉત્સાહી યુવાનો પણ હાજર રહ્યા હતા. સાવલી ગંગોત્રી શૈક્ષણિક સંકુલના ડાયરેક્ટર પંકજ ત્રિવેદી શ્રીમતી નેહા ત્રિવેદી વડોદરાથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હોમગાર્ડ કમાન્ડન્ટ નિલેશભાઈ વ્યાસ પોતાના પરિવાર સાથે ખાસ હાજર રહ્યા હતા સાથે બ્રહ્મભોજન અને જનોઈ ઉપવિત કાર્યક્રમ પણ ખૂબ સુંદર રહ્યો હતો.

Back to top button
error: Content is protected !!