SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સી.યુ. શાહ હોસ્પિટલની ચૂંટણીમાં કાર્યવાહક પેનલની ક્લીન સ્વીપ: તમામ 5 ઉમેદવાર વિજેતા

તા.31/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલી અને દરીદ્રનારાયણ દર્દીઓ માટે આશીર્વાદરૂપ ગણાતી ‘સી. યુ. શાહ મેડિકલ સેન્ટર’ (સી. જે. હોસ્પિટલ) ખાતે રોટેશન મુજબ યોજાયેલી કારોબારી મંડળની ચૂંટણીમાં સત્તાધારી કાર્યવાહક પેનલે ક્લીન સ્વીપ કરીને ભવ્ય વિજય મેળવ્યો છે. બેલેટ પેપર પદ્ધતિથી યોજાયેલી આ ચૂંટણીમાં સામે પક્ષના ઉમેદવારને માત આપીને કાર્યવાહક પેનલના પાંચેય ઉમેદવારો કારોબારી સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. સંસ્થાના નિયમ અનુસાર ૧૫ સભ્યોની કારોબારી કમિટીમાંથી દર ૨ વર્ષે ૫ સભ્યો નિવૃત્ત થાય છે અને તેમના સ્થાને નવી ચૂંટણી યોજાય છે. જે અંતર્ગત ૩૦ ઓગસ્ટના રોજ સવારે ૧૦:૦૦ થી બપોરે ૨:૦૦ વાગ્યા સુધી ચૂંટણી અધિકારી અને નિવૃત્ત મામલતદાર દેવેન્દ્રકુમાર ઠાકરની દેખરેખ હેઠળ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સંસ્થાના કુલ ૭૯૮ નોંધાયેલા મતદારોમાંથી ૩૦૮ મતદારોએ ૩૧૧ મતોમાંથી ૪ રદ થતાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ ચૂંટણી બેલેટ પેપર પદ્ધતિથી યોજાઈ હતી, જેમાં પ્રત્યેક મતદારે ૫ ઉમેદવારોને મત આપવાના હતા. ૪ કલાક ચાલેલા શાંતિપૂર્ણ મતદાન બાદ બપોરે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. કુલ ૬ ઉમેદવારો વચ્ચે ખેલાયેલા આ ચૂંટણી જંગમાં કાર્યવાહક પેનલના પાંચેય ઉમેદવારોએ મોટા માર્જિનથી વિજય પ્રાપ્ત કર્યો હતો જેમાં ભાવેશભાઈ જયંતીલાલ વોરા ૨૭૫ મત, ધનરાજભાઈ ગોવિંદભાઈ કૈલા (પૂર્વ ધારાસભ્ય) ૨૭૦ મત, પારસભાઈ અરવિંદભાઈ ધ્રુવ ૨૬૬ મત, ધનેશભાઈ જશવંતલાલ શાહ ૨૬૩ મત, નિલેશભાઈ ચંદુલાલ શંકરાણી ૨૬૩ મત મળ્યા પરિણામ જાહેર થતાં જ વિજેતા ઉમેદવારોને શુભેચ્છા આપવા માટે સમર્થકો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે હોસ્પિટલ અને સંસ્થાના હોદ્દેદારો, કારોબારી સભ્યો અને મોટી સંખ્યામાં મતદારો હાજર રહ્યા હતા. વિજેતા પેનલે હોસ્પિટલના સુચારુ સંચાલન અને દર્દીઓની વધુ સારી સેવા- સુવિધાઓ માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

Back to top button
error: Content is protected !!