ધ્રાંગધ્રાના રાજ સીતાપુરમાં વાડીની ઓરડીમાં ચાલતા જુગારધામ પર રાજકોટ રેન્જનો દરોડો: રૂ.5.04 લાખનો મુદ્દામાલ જપ્ત
રોકડ રૂ.1,89,000 તથા મોબાઇલ નંગ 3 અને એક બોલેરો કાર મળી કુલ રૂ.5,04,000 ના મુદ્દામાલ સાથે 7 ઇસમો ઝડપાયાં

તા.31/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

રોકડ રૂ.1,89,000 તથા મોબાઇલ નંગ 3 અને એક બોલેરો કાર મળી કુલ રૂ.5,04,000 ના મુદ્દામાલ સાથે 7 ઇસમો ઝડપાયાં, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રાજસીતાપુર ગામની સીમમાં વાડીની ઓરડીમાં ચાલતી ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિ પર રાજકોટ રેન્જની ટીમે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા ૭ ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે દરોડા દરમિયાન રોકડા રૂ. ૧,૮૯,૦૦૦ અને ૩ મોબાઇલ ફોન અને એક બોલેરો કાર સહિત કુલ રૂ. ૫,૦૪,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયનાઓ દ્વારા પ્રોહીબીશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સદંતર ડામી દેવા આપેલી સખ્ત સૂચના અન્વયે રાજકોટ રેન્જ પીઆઇ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી. એન. મોરી, બી. સી. મિયાત્રા, સી. એમ. કાંટેલીયા અને તેમની ટીમ હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે વર્કઆઉટ કરી રહી હતી. દરમ્યાન મળેલ ચોક્કસ હકીકત આધારે ધ્રાંગધ્રા ડિવિઝનના ડીવાયએસપી જે. ડી. પુરોહિત પાસેથી જુગારધારા અંગેનું વોરંટ મેળવી પીએસઆઇ બી.સી.મિયાત્રા તથા સ્ટાફના યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, વકારભાઇ અરબ, હિતેશભાઇ જોગરાણા, અજયવીરસિંહ ઝાલા, ફતેસંગ પરમાર, દિલીપસિંહ સિંધવ અને રાજુભાઇ પઢેરીયા સહિતની ટીમે રાજસીતાપુર ગામની સીમમાં કટુડા ગામના શક્તિસિંહ દિલુભા ઝાલાની વાડીની ઓરડીમાં રેડ કરી હતી. જેમાં ઝડપાયેલા આરોપી શક્તિસિંહ દિલુભા ઝાલા રહે, કટુડા, વઢવાણ, વાડી માલિક, સુરપાલસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા રહે, ગાયત્રી સોસાયટી, દાળમીલ રોડ, સુરેન્દ્રનગર, શક્તિસિંહ બળભદ્રસિંહ રાણા રહે, શિવગંગા પાર્ક, શેરી નં.૦૩, દાળમીલ રોડ, સુરેન્દ્રનગર, ધર્મેન્દ્રસિંહ રણુભા ઝાલા રહે, હરિપ્રકાશ સોસાયટી, દાળમીલ રોડ, સુરેન્દ્રનગર, હિતુભા મોહનસિંહ ઝાલા રહે, પાર્થનગર, દાળમીલ રોડ, સુરેન્દ્રનગર, પ્રદિપસિંહ ટેમુભા ઝાલા રહે, મિત્રમંડળ સોસાયટી, દૂધરેજ રોડ, સુરેન્દ્રનગર, રાજુભાઈ ભગવાનભાઈ બારૈયા રહે, લટુડા, વઢવાણ વાળાઓ પાસેથી કબ્જે કરેલ રોકડ રકમ રૂ. ૧,૮૯,૦૦૦ તથા મોબાઇલ ફોન ૩ નંગ તથા વાહન બોલેરો કાર GJ-13-CF-6711 એમ મળીને કુલ રૂ. ૫,૦૪,૦૦૦ ના મુદ્દામાલ સાથે વાડીની ઓરડીમાંથી તીનપત્તીનો નસીબ આધારિત જુગાર રમતા તમામ સાત ઇસમોની ધોરણસર અટકાયત કરી તેઓ વિરૂદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


