GUJARATHALOLPANCHMAHAL

અભયમ હાલોલ ની સફળ કામગીરી,ઘર છોડી પ્રેમી સાથે રહેવાની જીદ કરતી સગીરાનું સઘન કાઉન્સેલિંગ કરી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૩૧.૮.૨૦૨૬

 

રાજ્યભરમાં મુશ્કેલીમાં મુકાયેલી, અસહાય કે કૌટુંબિક સમસ્યાઓથી ઘેરાયેલી મહિલાઓ અને કિશોરીઓને સમયસર મદદ અને માર્ગદર્શન પૂરું પાડવા માટે 181 અભયમ મહિલા હેલ્પલાઈન સતત કાર્યરત છે.તાજેતરમાં એક સંવેદનશીલ કિસ્સામાં, 17 વર્ષની એક સગીરા પોતાના ઘરેથી ભાગીને તેના પ્રેમીના ઘરે પહોંચી ગઈ હતી. ત્યારબાદ તેનો પ્રેમી સગીરાને લઈને સ્થાનિક પોલીસ સ્ટેશને આવ્યો હતો. પોલીસ સ્ટેશન ખાતે સગીરા પોતાના માતા-પિતા સાથે ઘરે પરત જવાની સ્પષ્ટ ના પાડી રહી હતી અને પ્રેમી સાથે જ રહેવાની ભારે જીદ પકડીને બેઠી હતી.ઘટનાની ગંભીરતા અને સગીરાની ઉંમરને ધ્યાનમાં રાખીને તુરંત ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનની ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. માહિતી મળતા જ ૧૮૧ની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી.અભયમ કાઉન્સિલરે સગીરાને અત્યંત પ્રેમપૂર્વક અને શાંતિથી સાંભળીને તેની મનોસ્થિતિ સમજી હતી. ત્યારબાદ તેને કાયદાકીય જોગવાઈઓ, સગીર વયે લીધેલા નિર્ણયોનું ભવિષ્ય પર પડતું જોખમ, તેમજ માતા-પિતાની લાગણીઓ અને તેમની જવાબદારીઓ વિશે વિગતવાર સમજણ આપી હતી.અભયમ ટીમના સચોટ, ધીરજપૂર્વકના અને માનસિક કાઉન્સેલિંગના પરિણામે સગીરાને પોતાની ભૂલ સમજાઈ હતી. સગીરાએ પોતાની જીદ છોડીને સ્વેચ્છાએ પોતાના પરિવાર સાથે પરત ઘરે જવા માટે સંમતિ દર્શાવી હતી.પિતાને તેમની દીકરી સુરક્ષિત અને સમજાવીને પરત સોંપાતા તેમણે ૧૮૧ અભયમ ટીમ નો આભાર માન્યો હતો.

Back to top button
error: Content is protected !!