GUJARATVALSADVALSAD CITY / TALUKO

દક્ષિણ ગુજરાતની આશા વર્કર બહેનોના બાકી મહેનતાણાની રકમ તાત્કાલિક ચૂકવવા મુખ્યમંત્રીને રજૂઆત

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

દક્ષિણ ગુજરાતના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને છેવાડાના લોકો સુધી પહોંચાડતી આશા વર્કર બહેનોના બાકી મહેનતાણા અને પ્રોત્સાહક રકમના મુદ્દે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા સરકાર સમક્ષ ગંભીર રજૂઆત કરવામાં આવી છે. આશા વર્કર બહેનોને વર્ષોથી બાકી રહેલી વિવિધ કામગીરીની રકમ તાત્કાલિક ચૂકવવા તેમજ ચુકવણીમાં વિલંબ માટે જવાબદાર અધિકારીઓની જવાબદારી નક્કી કરવા મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી છે.

સમસ્ત આદિવાસી સમાજના આગેવાન અને ગોલ્ડ મેડલિસ્ટ સર્જન ડો. નિરવ ભુલાભાઈ પટેલે જણાવ્યું હતું કે, “આશા વર્કર બહેનોને ન્યાય આપવો એ માત્ર ચુકવણીનો પ્રશ્ન નથી, પરંતુ સરકારના ‘સૌના આરોગ્ય’ના સંકલ્પની વિશ્વસનીયતાનો પ્રશ્ન છે.”

તેમણે જણાવ્યું કે સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓને દર મહિને નિયમિત પગાર મળે છે, જ્યારે ગામડાં અને ડુંગરાળ વિસ્તારોમાં મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે આરોગ્ય સેવાઓ પહોંચાડતી આશા વર્કર બહેનોને તેમની કામગીરીનું મહેનતાણું અને વિવિધ પ્રોત્સાહક રકમ સમયસર મળતી નથી.

Back to top button
error: Content is protected !!