MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના લાયન્સનગરમાં જુગાર રમતા ૪ શખ્સો ઝડપાયા

 

MORBI:મોરબીના લાયન્સનગરમાં જુગાર રમતા ૪ શખ્સો ઝડપાયા

 

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમે બાતમીના આધારે સનાળા બાયપાસ પાસે આવેલ લાયન્સ નગર વિસ્તારમાં દરોડો પાડીને જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મોરબી સિટી એ ડિવિઝન પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન સનાળા બાયપાસ નજીક આવેલા લાયન્સ નગરમાં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા હોવાની ચોક્કસ માહિતી મળતા પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન જાહેરમાં ગંજીપત્તા વડે પૈસાની હાર-જીતનો જુગાર રમતા ચાર આરોપીઓને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા.

ઝડપાયેલા આરોપીઓ – સુરેશભાઈ સવજીભાઈ દેલવાણીયા (રહે. લાયન્સનગર, મોરબી) શંકરભાઈ રમેશભાઈ કડેવાર (રહે. લાયન્સનગર, મોરબી) શનિભાઈ રમુભાઈ ઓધાભાઈ વિકાણી (રહે. લાયન્સનગર, મોરબી) અનિલભાઈ ધીરુભાઈ ભોજવીયા (રહે. લાયન્સનગર, મોરબી) પોલીસે ઘટનાસ્થળેથી કુલ રૂ. ૨૪,૧૦૦/- ની રોકડ રકમ નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે સિટી એ ડિવિઝન પોલીસે તમામ ચારેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!