ગ્નાતી સમાજ સમૂહ એ ગંગાની જેમ પાવન હોય છે

શ્રાવણી પુનમ “બળેવ” ને તા. 28-8-2026 ના રોજ જ્ઞાતિની વાડી “શાંતાવાડી” માં “શ્રી ખરડેશ્વર હોલ” માં “સરસ્વતી સન્માન ” સાથે “સમુહ પ્રસાદ” (જ્ઞાતિ ભોજન) કાર્યક્રમ યોજાયેલ, જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ….🙏
કાર્યક્રમની શરૂઆત મહાનુભવોના હસ્તે દિપ પ્રાગટય અને શ્રી ખરડેશ્વર દાદા તથા માં સરસ્વતીની પ્રાર્થના સાથે કરવામાં આવેલ, જે બાદ બાલમંદિરથી કોલેજ સુધીના 80 વિદ્યાર્થીઓને મનમોહક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવેલ, જેમાં મુંબઈના દાતાશ્રી મનોજભાઈ પ્રશાંતભાઈ ઠાકર તરફથી રોકડ પુરસ્કાર અને જેતપુરના દાતાશ્રી ગૌરાંગભાઈ બીપીનચંદ્ર પંડયા તરફથી બોલપેનનું વિતરણ કરવામાં આવેલ, તદુપરાંત 5 વર્ષથી નાની વયના બાળકોને પણ આકર્ષક રમકડાની ભેટ આપવામાં આવેલ….🙏
ગત વર્ષ દરમ્યાન હાથ ધરીને 6 માસમાં પૂર્ણ કરીને જ્ઞાતિને અર્પણ કરવાના “શ્રી ખરડેશ્વર હોલ” નિર્માણ અને “શાંતાવાડી” ના કાયાકલ્પના ઐતિહાસિક કાર્યના પ્રારંભે જ્ઞાતિની આર્થિક નબળી સ્થિતિ સમયે જ્ઞાતિજનો પાસેથી “ઉછીની” મેળવેલ રૂ. 11.70 લાખની રકમ પરત કરવાના “ચેક” વર્ષ : 2028ના બદલે બે વર્ષ પહેલાં જ મહાનુભવોના હસ્તે પરત કરવાનું તેમજ ઉછીની રકમ પૈકીની રકમને “દાન” તરીકે જાહેર કરનાર દાતાશ્રીઓને “આભાર પત્ર” વિતરણ કરવાનું ગૌરવપૂર્ણ કાર્ય હાથ ધરીને જ્ઞાતિને સંપુર્ણપણે આર્થિક દેવામાંથી મુક્તિ અપાવીને જ્ઞાતિ મંડળ દ્વારા જ્ઞાતિની પ્રતિષ્ઠામાં વધારો કરવામાં આવેલ…🙏
કાર્યક્રમ દરમ્યાન પ્રમુખશ્રી દિલીપભાઈ વ્યાસ તરફથી જ્ઞાતિ વિકાસના કાર્યો અને આગામી આયોજનની સૌને જાણકારી આપવામાં આવેલ, જે ઉપરાંત એડવો.શ્રી જાગૃતિબેન વ્યાસ, શ્રી હષિતભાઈ વ્યાસ તથા અન્ય મહાનુભવો તરફથી પ્રાસંગિક ઉદભોધન આપીને જ્ઞાતિની પ્રગતિથી સંતોષ વ્યક્ત કરી જ્ઞાતિ મંડળની સરાહના કરવામાં આવેલ, જે સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન વિદ્વાન વ્યાખ્યાતા શ્રી નેહાબેન વ્યાસ દ્વારા કરવામાં આવેલ…🙏
અંદાજે 10 વર્ષની જ્ઞાતિ સેવાની અનોખી પ્રણાલીને જાળવીને ઘુઘરાની રેકડી દ્વારા ગુજરાન ચલાવતા અને સામાન્ય જીવન ગુજારનાર શ્રી કેતનભાઈ ગીરીશભાઈ પંડયા દ્વારા તેમની પુત્રીશ્રી હિરબેનના નામેથી બંધ ડબ્બામાં દરરોજની બચત એકઠી કરીને તે ડબ્બો જ્ઞાતિને અર્પણ કરેલ, જેની ગણત્રી કરતાં રૂ. 13,000 ની માતબર રકમ નીકળેલ, આ કાર્ય સાથે એકપણ શબ્દ બોલ્યા વિના જ્ઞાતિનો લાભ લેવાના બદલે જ્ઞાતિને કાંઈક આપવાની શીખ આપતું આદર્શ ઉદાહરણ પુરૂ પાડવામાં આવેલ….🙏
કાર્યક્રમના સમાપનમાં સૌએ “કાજુના મેસુબ” સાથે સ્વાદિષ્ટ રસોઈનો સમુહ પ્રસાદ (જ્ઞાતિ ભોજન) આરોગીને સંતોષ વ્યક્ત કરી જ્ઞાતિ મંડળને શુભકામનાઓ આપવામાં આવેલ….🙏
– દિનેશ દવે, મંત્રી ( 94279 42452) ના જય ખરડેશ્વર ! ! 🙏
જામનગર જિલ્લા પંચાયતમાં નિષ્ઠાથી ફરજ બજાવી નિવૃત થયેલા શ્રી ઠાકરજી એ પોતાના ગ્નાતી સમાજ માટે પણ અવિરત કાર્યરત છે તેઓ કહે છે અમારા શ્રી ઔદીચ્ય ખરેડી જ્ઞાતિ સમાજના પ્રસંગો તહેવારો માં સાથે મળીને આ કર્યો અવિરત કરતા જ રહીએ છીએ જે પરસ્પર સમજણ અને નિષ્ઠાના કારણે દીપી ઉઠે છે





