SAGBARA

આવેદનપત્ર આપ્યાના બીજા જ દિવસે મામલદાર સ્થળ પર દોડી આવ્યા, સસ્તા અનાજની દુકાનને તાળું મારી દુકાનદાર રફુચક્કર!

ચોપડવાવના કાર્ડધારકોમાં આક્રોશ, દુકાનદારનું લાઇસન્સ રદ કરવાની માંગ,

 

 

આવેદનપત્ર આપ્યાના બીજા જ દિવસે મામલદાર સ્થળ પર દોડી આવ્યા, સસ્તા અનાજની દુકાનને તાળું મારી દુકાનદાર રફુચક્કર!

 

ચોપડવાવના કાર્ડધારકોમાં આક્રોશ, દુકાનદારનું લાઇસન્સ રદ કરવાની માંગ,

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0; module: video;
hw-remosaic: false;
touch: (0.975, 0.42708334);
modeInfo: Beauty ;
sceneMode: 0;
cct_value: 5794;
AI_Scene: (-1, -1);
aec_lux: 117.0;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 45;

વાત્સલ્યમ્ સમાચાર

પ્રતિનિધિ : જેસિંગ વસાવા

 

સાગબારા: સાગબારા તાલુકાના ચોપડવાવ ગામે આવેલી પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર એટલે કે વ્યાજબી ભાવની સરકારી માન્ય સસ્તા અનાજની દુકાનના સંચાલક સામે ગ્રામજનો અને રાશનકાર્ડ ધારકોએ ગંભીર આક્ષેપો સાથે મામલદાર કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્ર આપ્યાના બીજા જ દિવસે સાગબારાના મામલદાર સ્થળ પર તપાસ માટે દોડી આવતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

 

પ્રાપ્ત માહિતી મુજબ ચોપડવાવ ગામના લેસન નંબર ૪૫/૧૬ હેઠળ આવેલી વ્યાજબી ભાવની દુકાનના સંચાલક દિનેશભાઈ ભરતભાઈ વલવી સામે રાશનકાર્ડ ધારકોએ આક્ષેપ કર્યો છે કે તેમને દર મહિને નિયમિત રીતે કૂપન આપવામાં આવતા નથી. જેના કારણે સરકાર તરફથી કેટલો જથ્થો મળવાપાત્ર છે અને કેટલો જથ્થો આપવામાં આવે છે તેની સ્પષ્ટ માહિતી ગ્રાહકોને મળતી નથી. કાર્ડધારકોના જણાવ્યા મુજબ આ કારણે તેમને ઓછો જથ્થો આપવામાં આવતો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

આ મામલે ચોપડવાવ ગામના મોટી સંખ્યામાં કાર્ડધારકો દ્વારા ગઈકાલે સાગબારા મામલદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તે સમયે સાગબારાના મામલદાર નીતિન મકવાણા દ્વારા સ્થળ પર જઈ તપાસ કરવાની ખાતરી આપવામાં આવી હતી.

 

જેના અનુસંધાને આજે, તા. ૧ સપ્ટેમ્બર, મામલદાર નીતિન મકવાણા તથા નાયબ મામલદાર નિમેશભાઈ ગોહિલ સહિતના અધિકારીઓ ચોપડવાવ ગામે સસ્તા અનાજની દુકાનની તપાસ માટે પહોંચ્યા હતા.

 

પરંતુ અધિકારીઓ તપાસ માટે પહોંચે તે પહેલાં જ દુકાનદાર દિનેશભાઈ દુકાનને તાળું મારી સ્થળ પરથી ચાલ્યા ગયા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ વહીવટી અધિકારીઓની હાજરીમાં દુકાનમાં ઉપલબ્ધ જથ્થાની તપાસ કરવામાં આવી હતી.

 

ગ્રામજનોના જણાવ્યા મુજબ તપાસ દરમિયાન દુકાનમાં ઘઉં, ચોખા અને જુવારનો જથ્થો જોવા મળ્યો હતો. જોકે ખાંડ, દાળ, તેલ, બાજરી, ચણા સહિતની અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો ક્યાં છે તે અંગે ગ્રામજનો દ્વારા ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

 

ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “સરકાર દ્વારા ગરીબ અને આદિવાસી પરિવારો માટે આપવામાં આવતું અનાજ જો યોગ્ય રીતે લાભાર્થીઓ સુધી ન પહોંચે તો તેની જવાબદારી કોની?”

 

આ સમગ્ર મામલે ચોપડવાવ ગામના રાશનકાર્ડ ધારકોએ વ્યાજબી ભાવની દુકાનના સંચાલક સામે યોગ્ય તપાસ કરી કડક કાર્યવાહી કરવાની તેમજ દુકાનદારનું લાઇસન્સ રદ કરવાની માંગ ઉઠાવી છે.

 

હવે આ ગંભીર આક્ષેપો અને સ્થળ તપાસ બાદ સાગબારાનું વહીવટી તંત્ર શું કાર્યવાહી કરે છે અને જવાબદાર વ્યક્તિ સામે કેવા પગલાં લેવામાં આવે

છે, તે જોવું રહ્યું.

 

Back to top button
error: Content is protected !!