MEHSANAVIJAPUR

વિજાપુરની શ્રીમતી આર.આર.એચ. પટેલ મહિલા આર્ટ્સ કોલેજમાં વર્ગ પ્રતિનિધિ મિટિંગ યોજાઈ

વિજાપુરની શ્રીમતી આર.આર.એચ. પટેલ મહિલા આર્ટ્સ કોલેજમાં વર્ગ પ્રતિનિધિ મિટિંગ યોજાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શ્રીમતી આર.આર.એચ. પટેલ મહિલા આર્ટ્સ કોલેજ ખાતે લોકશાહીના મૂલ્યોની જાળવણી તેમજ વિદ્યાર્થીનીઓના પ્રશ્નો, સમસ્યાઓ અને મૂંઝવણો ના નિરાકરણના હેતુથી વર્ગ પ્રતિનિધિઓની મિટિંગ યોજાઈ હતી.
મિટિંગ દરમિયાન કોલેજ પ્રતિનિધિ તરીકે બારોટ વૈદેહી તથા ઉપ પ્રતિનિધિ તરીકે પટેલ વિશ્વાની વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત સાંસ્કૃતિક, રમતગમત, શિસ્ત, પ્રવાસ તથા ફરિયાદ નિવારણ સમિતિની રચના કરવામાં આવી હતી.
આ પ્રસંગે ડૉ. પી.એમ. પ્રજાપતિ અને ડૉ. આર.એ. પટેલે નવનિયુક્ત પ્રતિનિધિઓને અભિનંદન પાઠવી તેમની જવાબદારીઓ અને ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું. કોલેજના આચાર્ય ડૉ. સુરેશભાઈ પટેલે પ્રતિનિધિઓને કોલેજના વિવિધ કાર્યક્રમોમાં સક્રિય ભાગ લઈ કોલેજની પ્રગતિમાં સહભાગી બનવા સૂચન કર્યું હતું.
વુમન ડેવલપમેન્ટ સેલના કન્વીનર ડૉ. જાગૃતિબેન પટેલે વિદ્યાર્થીનીઓની સમસ્યાઓ અને રજૂઆતો કોલેજના સેલ સુધી પહોંચાડવા પ્રતિનિધિઓને જણાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન આચાર્ય ડૉ. સુરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ડૉ. પી.એમ. પ્રજાપતિ તથા ડૉ. આર.એ. પટેલે કર્યું હતું.

Back to top button
error: Content is protected !!