JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગર દ્વારા એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ યોજાયો

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગર દ્વારા એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ  યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં ધરમશીભાઈ ચનિયારા, પ્રમુખ જિલ્લા પંચાયત અને  લગધીરસિંહ જાડેજા ચેરમેનશ્રી જિલ્લા શિક્ષણ સમિતિ, મનીષભાઈ કનખરા, ચેરમેન અને પ્રજ્ઞાબા સોઢા, ઉપાધ્યક્ષ નગર શિક્ષણ સમિતિ, મધુબેન ભટ્ટ, ડી.ઇ.ઓ., છત્રપાલસિંહ  જાડેજા, ડી.પી.ઇ.ઓ, ફાલ્ગુનીબેન પટેલ, શાસનાધિકારી, રવિન્દ્ર પાલ અને ચંદ્રકાન્ત ખાખરીયા, પ્રમુખશ્રીઓ  શિક્ષક સંઘ, જામનગર જિલ્લાના છ તાલુકાના બી.આર.સી.કો.અને સી.આર.સી.કો અને શિક્ષકો વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. કુલ 57 ઇનોવેટિવ શિક્ષકો દીપક પાગડા, નકુમ વિમલ, ચિરાગ સચાણીયા,દિપક ધારવીયા, જલ્પા રોલા, ધર્મેશ લીયા, રક્ષા મકવાણા ભાવેશ મહેતા, ભાવેશ વ્યાસ, પનારા ભાવેશ ,જયેશ ભાગચંદાણી, રસુલભાઈ, ભાનુબેન, ધર્મિષ્ઠાબેન,યોગેશકુમાર દિનેશભાઈ, કમલેશભાઈ, અતુલભાઇ, અશ્વિનકુમાર, જીયાણી આશાબેન, વિપુલભાઈ, અર્ચનાબેન, કલ્પેશભાઈ, રાજેશકુમાર,હેતલબેન નિમાવત,જાડેજા મયુરધ્વજસિંહ,ધર્મેશભાઈ, રેશ્માબેન સાંગાણી, પ્રજ્ઞાબેન,કવિતાબેન મનીષભાઈ, દીપા મહેતા, લીંબડ પ્રજ્ઞાબેન, રમેશચંદ્ર, હીનાબેન, પ્રીતિબેન જગડ, ઉર્મિલાબેન, ભાવિશાબેન જીગ્નેશકુમાર પંડ્યા, મયુરીબેન, મૌલિકકુમાર, હિમાંશુભાઈ, ગુણવંતભાઈ, રાજેન્દ્રસિંહ ઝાલા,અરવિંદભાઈ, ભાવનાબેન દક્ષાબેન, રમેશભાઈ ,સરોજબેન,  કટેશીયા રસિકલાલ, વિધિબેન,  રીટા રાજ્યગુરુને શિલ્ડ પ્રમાણપત્ર અને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનુ સંચાલન આરતીબા અને નિલેષભાઇ બી.એડ. પ્રશિક્ષણાર્થીઓએ કર્યુ હતુ. નિર્ણાયક તરીકે  વ્યાખ્યાતા સંજયભાઈ જાની અને ચોવટીયા સાહેબ તથા કે.આર.પી. જયેશભાઇ ખાંટ એ સેવા આપી હતી. વ્યાખ્યાતા જે.જે. કાનાણી, ડી.આઇ.સી.કો. અને એમ.ડી.બગડા, પ્રાચાર્ય,ડાયટ જામનગર દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવનારને  ધન્યવાદ પાઠવ્યા  હતાં.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!