JUNAGADHJUNAGADH CITY / TALUKO

આંગણવાડી કાર્યકર બહેનો સાથે તમામ તાલુકા કક્ષાએ બાળલગ્ન અટકાવો અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો

આંગણવાડી કાર્યકર બહેનો સાથે તમામ તાલુકા કક્ષાએ બાળલગ્ન અટકાવો અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : આંગણવાડી કાર્યકર બહેનો સાથે તમામ તાલુકા કક્ષાએ બાળલગ્ન અટકાવો અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં બાળલગ્ન પ્રતિબંધ ધારો-2006 ની કલમ-13ની પેટા કલમ ૪ મુજબ અક્ષય તૃતીયા જેવા ખાસ દિવસોએ મોટા પ્રમાણમાં થતા બાળલગ્ન અટકાવવા તેમજ આવા બાળલગ્નન થાય તે માટે પહેલાથી જ લોકોને જાગ્રુત કરવા જરૂરી છે, અલગ અલગ તાલુકા કક્ષાએ જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમના કર્મચારી કિરણબેન રામાણી, હંસાબેન ભાલારા, જયંતીભાઈ ચાંસીયા, અલ્પાબેન ગોહેલ દ્વારા આંગણવાડી કાર્યકરો બહેનો સાથે દરેક તાલુકા લેવલે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ભાગ લેનાર આંગણવાડી કાર્યક્રર ગ્રામ્ય વિસ્તારોમાં માંથી આવતા હોય અને બાળલગ્નનું પ્રમાણ ગ્રામ્ય લેવલે વધુ હોય છે, તો આ બહેનો સાથે બાળલગ્ન ધારાની માહીતી આપવામાં આવી અને વિશેષ તેને લગતી આઇસી મટિયલ્સ વહેંચવામાં આવેલ અને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!