HALOLPANCHMAHAL

હાલોલ ટીંબી ખાતે આવેલ આશ્રમ ના મહંતે પરણીતાને સંતાન પ્રાપ્ત થશે તેવી લાલચ આપી દુષ્કર્મ આચર્યું

તા.૨૮.જાન્યુઆરી

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

ઘોઘંબા તાલુકાની એક પરણિત મહિલા ના લગ્ન જીવનના ૧૧ વર્ષ વીતી ગયા હોવા છતાં સંતાન માટેની ખોટ ને લઈ મોટી આસ્થા સાથે ભક્તિ કરવા હાલોલ તાલુકામાં આવેલ ટીંબી ખાતેના આશ્રમમાં આવતી પરણીતાને આશ્રમના મહંતે પૂજા રૂમમાં નાડી પૂજા અને કોઠો સાફ કરવાના બહાને પરણીતાની ઈચ્છા વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવા અંગેની હાલોલ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદના આધારે આશ્રમના મહંતની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પ્રાપ્ત વિગતો અનુસાર ઘોઘંબા તાલુકા ની એક પરણીત મહિલાને લગ્નના ૧૧ વર્ષ થઈ ગયા હોવા છતાં તેને સંતાન પ્રાપ્ત થયું નહોતું.જેને લઈ નિ:સંતાન દંપતી હાલોલ નજીક આવેલા ટીંબીના રામટેકરી ખાતે મૂળ યુપીના બાંદા જિલ્લા ના નરેની તાલુકાના સુમરી ગામના રહેવાસી અને છેલ્લા ઘણા વર્ષોથી આ જગ્યા એ આશ્રમ ચલાવતા મહંત કૃષ્ણકુમાર શિવ વિશાલ ત્રિવેદી સેવાના કામોની સાથે લોકોના નાના-મોટા દુઃખો અને તકલીફો નું નિરાકરણ ધાર્મિક વિધિ અને અનુષ્ઠાન દ્વારા કરતા હોવાને લઈ આ દંપત્તિ સંતાન માટે તેમના શરણે આવેલા જોકે આ મહંત ગૌશાળા સાથે સાથે આશ્રમ પણ બનાવી દીધો હતો.લોકો નાની મોટી તકલીફો લઈ આ મહાન પાસે આવતા જેને લઈ ને નિ:સંતાન દંપત્તિ આ મહંત પાસે આવતા હતા.ગતરોજ આ દંપત્તિ આશ્રમ ખાતે આવેલ ત્યારે આશ્રમના મહંત કૃષ્ણકુમાર ત્રિવેદીએ મહિલા ના પતિને બહાર બેસાડી પત્નીને પૂજા રૂમમાં બોલાવી સંતાન પ્રાપ્તિ થઈ જશે તેવી લાલચ આપી મહિલાના કપડાં ઉંચા કરવી પથારી માં સુવડાવી નાડી પૂજા અને કોઠો સાફ કરવાના બહાને દુષ્કાર્મ આચર્યું હતું. આ અંગે પરિણીતાએ તેના પતિ ને જાણ કરતા મહિલા એ હાલોલ ગ્રામ્ય પોલીસ મથકે મહંત વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપી આશ્રમના મહંતને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.બનાવ અંગેની વાત વાયુંવેગે તાલુકામાં ફેલાઈ જતા ધાર્મિક સાથે જોડાયેલા નપટ આશ્રમના મહંત સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા હતા.ની સંતાન પ્રાપ્તિ માટે આવેલા દંપત્તિને લોભામણી લુચ્ચી લાલચ આપી તેનો ફાયદો ઉઠાવતા આવા ઠગ ભગતો સામે લોકોનો આક્રોશ જોવા મળ્યો છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!