JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

પ્રતિભા શોધ સ્પર્ધામાં જામનગર શાળા નં-૧૮ ની દિકરીએ સૌરાષ્ટ્ર પ્રદેશકક્ષાએ પોતાની પ્રતિભા દેખાડી

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તક કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ – ગાંધીનગર પ્રેરિત જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી ,જુનાગઢ દ્વારા સૌરાષ્ટ્રના તમામ જીલ્લા શહેર અને ગ્રામ્યના બાળ પ્રતિભા શોધ સ્પર્ધા વિજેતાની પ્રેદેશકક્ષાની સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં જામનગર શહેર કક્ષાએ શાળા નં-૧૮ જામનગરની દેવાંશી પાગડાએ એકપાત્રિય અભિનયમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યુ હતું અને સૌરાષ્ટ્ર પ્રદેશકક્ષાએ જામનગર શહેરનું પ્રતિનિધિત્વ કરી પ્રતિભા દેખાડી હતી.મોતીબેન કારેથા અને હિરલબેન પંડ્યાએ માર્ગદર્શન આપ્યું હતું. શાળાનાં આ બાળ સ્પર્ધકને ડી.એસ.ઓ કચેરીનાં ટીમ મેનેજર શક્તિસિન્હ જાડેજાએ સેવા આપી હતી. શાળાનું ગૌરવ વધારવા બદલ બાળ પ્રતિભા સ્વરુપા દેવાન્શી પાગડાને વર્ગ શિક્ષક સંદીપ રાઠોડ એ રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવી હતી, માર્ગદર્શકશ્રીઓ અને ટીમ મેનેજરનો શાળાના આચાર્ય દિપક પાગડાએ શાળા પરીવારવતી અભિનંદન પાઠવ્યા હતાં.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!