MORBIMORBI CITY / TALUKOTANKARA

ટંકારા તાલુકાના જોધપર ગામની સીમમાં ઘોડીપાસાનો જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા

મોરબી જીલ્લા માં પ્રોહી/જુગાર ની બદી નાબુદ કરવા સુચના થઈ આવેલ હોય જે અનુસંધાને અમો પો.સ્ટે વિસ્તારમાં પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન સાથેના પો.હેઙકોન્સ વિજયભાઇ નાગજીભાઇ બાર તથા એ.એસ.આઇ. ભાવેશભાઇ ને વરમોરા ઓને મળેલ ચોક્કસ હકિકત આધારે ટંકારા તાલુકાના જોધપર ઝાલા ગામની સીમમાં વીરવાવ ગામના માર્ગે ખરાબાની જમીન ગોળ કુંડાળું વળી ઘોડીપાસાનો જુગાર રમતા પાંચ ઇસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય પાંચ શખ્સોએ સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.

ટંકારા પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલને મળેલ ચોક્કસ બાતમીના આધારે ટંકારા તાલુકાના જોધપર ઝાલા ગામની સીમ વીરવાવ ગામના માર્ગે મનુભાઇ ભીખાભાઈની બાજુમા ખરાબાની ખુલ્લી જગ્યામા જાહેરમા ગોળ કુંડાળુ વળી ઘોડી પાસા વડે નસીબ આધારિત પૈસાની હારજીતનો જુગાર રમતા ૦૫ ઈસમો કરણભાઇ દડુભાઇ ચાવડા. ઉ.વ.૩૯ રહે.રાજકોટ રૂખડીયા કોલોની સેન્ટ્રલ જેલની રહે.કાળાસર તા.જસદણ જી.રાજકોટ પાછળ શેરી નં-૮, અજયભાઇ મનોજભાઇ સોલંકી ઉ.વ.૩૦ ધંધો-ડ્રાઇવીંગ રહે.રાજકોટ લોહાનગર ગોંડલ રોડ તા.જી.રાજકોટ, ચીરાગભાઇ ગોપાલભાઇ ગરળીયા જાતે વાલ્મીકી ઉ.વ.૨૩ રહે.રાજકોટ રૂખડીયા કોલોની સેન્ટ્રલ જેલની, પ્રકાશભાઇ નરભેરામભાઇ ભુત ઉ.વ.૩૫ ધંધો ખેતી રહે. હાલ મોરબી રવાપર રોડ અવનીચોકડી સંકલ્પ એપા.૪૦૧ પાછળ શેરી નં-૧૨ તા.જ મુળ રહે. સજનપર (ધુ) તા.ટંકારા જી.મોરબી, રફીકભાઇ ઓસમાણભાઇ ખોખર ઉ.વ.૪૫ ધંધો રીક્ષા ડ્રાઇવીંગ રહે. રાજકોટ વિનાયકનગર ૧૬ કૃષ્ણનગરમે હોસ્પીટલ પાસે તા.જી.રાજકોટ વાળાને રોકડા રૂ ૧,૧૨,૨૦૦/- તથા વાહન તેમજ મોબાઇલ ફોન મળી કુલ મુદામાલ રૂ.૨,૭૨,૨૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડયા છે જ્યારે પકડવા પર બાકી અન્ય ૦૫ (પાંચ) આરોપીઓ ગીરીરાજસિંહ સહદેવસિંહ જાડેજા રહે.વીરવાવ તા ટંકારા, રવીભાઇ રમેશભાઇ ગડીયલ રહે, રાજકોટ રૂખડીયા કોલોની સેન્ટ્રલ જેલ પાછળ, બોબી સંધ રહે. રાજકોટ, અલીભાઇ રહે. રાજકોટ, રફીકભાઇ ઉર્ફે મોગલ રહે. રાજકોટ વાળાાા ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે તેમજ તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી…

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!