BHARUCHBHARUCH CITY / TALUKO

*માર્ગ અકસ્માત નિવારણ અને જાહેર જનતાના સલામતીના હેતુ માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીનું જાહેરનામું*

*માર્ગ અકસ્માત નિવારણ અને જાહેર જનતાના સલામતીના હેતુ માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીનું જાહેરનામું*

——–

*સમગ્ર ભરૂચ જિલ્લા વિસ્તારના જાહેર માર્ગો તથા સ્થળો ઉપર કોઈપણ વ્યક્તિ દ્વારા ઘાસચારાનું વેચાણ તેમજ જાહેરમાં પશુઓને રાખવા કે ખુલ્લા રખડતાં મુકવા બાબતે પ્રતિબંધ*

——-

ફોજદારી કાર્યરીતી અધિનિયમ, ૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયેનું જાહેરનામું

——-

ભરૂચ:બુધવાર:હાલ પ્રવર્તમાન સંજોગોમાં ધ્યાને લેતાં ભરૂચ જિલ્લાના વિસ્તારોમાં કેટલાક નાગરિકો ઢોર માટે રસ્તા ઉપર ઘાસચારો વેચતા હોવાનું ધ્યાને આવેલ છે.તેમજ રસ્તા પર રખડતાં ઢોરો જોવા મળે છે. જે બાબતે લોકોના સ્વાસ્થ અને જાહેર માર્ગ પરની સલામતીને ભયરૂપ છે.

આ અનુસંધાને માર્ગ અકસ્માત નિવારવા અને જાહેર જનતાની સલામતી હેતુસર ભરૂચ જિલ્લા વિસ્તારના જાહેર માર્ગો, ફૂટપાથ તથા જાહેર સ્થળો ઉપર કોઈપણ વ્યક્તિ દ્વારા ઘાસચારનું વેચાણ કરવા તથા જાહેરમાં તથા જાહેરમાં પશુઓને રાખવા કે ખુલ્લાં રખડતાં મુકવા બાબતે પ્રતિબંધ મુકવો જરૂરી જણાય છે.

માર્ગ અકસ્માત નિવારણ અને જાહેર જનતાના આરોગ્ય અને સલામતીના હેતુ માટે સમગ્ર ભરૂચ જિલ્લા વિસ્તારના જાહેર માર્ગો, ફુટપાથ તથા જાહેર સ્થળો ઉપર કોઈપણ વ્યક્તિ દ્વારા ઘાસચારાનું વેચાણ કરવા, જાહેરમાં પશુઓને ઘાસચારો નાખવા તેમજ જાહેરમાં પશુઓને રાખવા કે ખુલ્લા રખડતાં મુકવા બાબતે પ્રતિબંધ ફરમાવવાનો હુકમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એન આર ધાધલ દ્વારા કરવામાં આવ્યો છે.

આ હુકમ તા. ૦૨/૦૪/૨૦૨૩ થી દિન-૬૦ સુધી અમલમાં રહેશે.તથા આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.તેમ પણ જાહેરનામાં જણાવામાં આવ્યું છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!