DHROLJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJODIYAKALAVADLALPUR

“પર્યાવરણ દિવસ” ઉજવણીને સાર્થક કરતી GPCB ની જામનગર રીજનલ કચેરી

BRAVO-R.O. & TEAM GPCB JAMNAGAR

“પર્યાવરણ દિવસ” ઉજવણીને સાર્થક કરતી GPCB ની જામનગર રીજનલ કચેરી

બ્રાસ પાર્ટસ સિવાય સ્ક્રેપ-લીડ સ્લીડ બેટરી ચીપ્સ તાર વગેરે ના કચરાના જ્યા ત્યાં ગંજ ફેંકનારા કનસુમરા ઢીચડા બેડી નાઘેડી ભુંગા વગેરે ના કારખાનેદારોમાં ફફડાટ વ્યાપ્યા છે

જામનગર ( ભરત ભોગાયતા)

જ્યાત્યા ઇલેક્ટ્રોનીક્સ અને ઇલેક્ટ્રોનીક્સ કચરો ફેંકનાર ઉદ્યોગકાર ની સામે જામનગરમા પ્રદુષણ કાયદા હેઠળ કેસ નોંધાયો છે

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી જામનગર ના કે.એન. પરમાર, પ્રાદેશિક અધિકારી, તથા તેમની ટીમ ના એચ. કે. શાહ, જે. એમ. જાદવ, સી. એચ. ચૌહાણ દ્વારા કનસુમરામાં અનામી એકમ દ્વારા આશરે ૩૫ ટન જેટલો જોખમી કચરાનો ગેરકાયદેસર રીતે નિકાલ કરેલ તે કસૂરવાર એકમ મે. ઓરીએન્ટલ ઇલેક્ટ્રિકલ કંપોનનટ્સ પ્રા.લી. ને ગણતરીના કલાકમાં શોધી કાઢવામાં આવેલ તથા એકમને તેઓ દ્વારા નિકાલ કરેલ ગેરકાયદેસર જોખમી કચરા ને ઉપાડી તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા લેખિતમાં સૂચના આપવામાં આવેલ. તેમજ ઉકત બાબતે એકમ વિરૂદ્ધ બોર્ડની વડી કચેરી, ગાંધીનગર દ્વારા પર્યાવરણીય કાયદાઓ અન્વયે કાર્યવાહી કરવામાં આવશે.

પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની આકરી અને આકસ્મીક કામગીરીથી આ વિસ્તારોમા સ્ક્રેપના લોખંડના ટુકડાના વીજતારના બેટરી વાયર તેમજબકોઇલ પાર્ટ ઉપરાંત સીલીકોન સ્લાઇડસ વગેરે જ્યા ત્યા ફેકનારાઓમા ફફડાટ ફેલાયો છે આ વિસ્તારની બીજી આવી સાઇટ તંત્રના ધ્યાનમા હોવાનુ જાણવા મળ્યુ છે

@______________
B.G.B.

b.sc.,ll.b.,d.n.y.(guj.aayu.uni.)

JOURNALIST
8758659878

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!