BANASKANTHAPALANPUR

સરકારી મા. અને ઉ.મા. શાળા મોટી મહુડી તા- દાંતીવાડા ખાતે બાળકો માટે પ્રેરણાદાયક વક્તવ્ય નું આયોજન કરવામાં આવ્યું

8 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

આજ રોજ 8 જુલાઈ ના સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા મોટી મહુડી તા- દાંતીવાડા ખાતે બાળકો માટે પ્રેરણાદાયક વક્તવ્ય નું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં બાળકોનું સંસ્કાર ઘડતરનું સિંચન થાય તે માટે શાળામાં બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના ઉપપ્રમુખ તેમજ ભાખોદર ક્લસ્ટરના સી.આર.સી કોર્ડીનેટર તરીકે કામ કરતા શ્રી હરેશભાઈ દરજી સાહેબને બાળકો મોટીવેટ થાય અને જીવનમાં પ્રગતિ કરે એ ઉદ્દેશ્યથી શાળામાં વક્તા તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં આચાર્ય ડો.મહેશભાઈ ગામી સાહેબ શ્રી એ પણ કાર્યક્રમને અનુરૂપ જીવનમાં ભણતર અને ગણતર બંને જરૂરી છે એ બાબતે સમજ આપી હતી તેમજ વક્તા શ્રી એ ગાંધીજીના જીવન સૂત્રો તેમજ વ્યસન મુક્તિ, સ્વાસ્થ્ય, જીવન કૌશલ્ય અને અંધશ્રદ્ધા જેવા વિષયો ઉપર ખૂબ જ સરસ માહિતી બાળકોને પીરસી તેમના જીવનમાં એક સારા નાગરિક બને એ અંગે માર્ગદર્શન આપ્યું હતું સાથે સાથે શાળાના કર્મશીલ શિક્ષક શ્રી ચૌધરી લીલાભાઈ, રાવલ રાકેશભાઈ તેમજ ચૌધરી વર્ષા બહેને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે શિક્ષક શ્રી લીલાભાઈ ચૌધરી સાહેબ દ્વારા આભાર વિધિ કરવામાં આવી અંતે શાળાના પ્રાંગણમાં વડલો રોપી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!