KHEDANADIAD

આર. સી. મિશન શાળા વડતાલમાં શિક્ષક દિનની ઉજવણી કરાઈ

આર. સી. મિશન શાળા વડતાલમાં શિક્ષક દિનની ઉજવણી કરાઈ શાળાના મેનેજર શ્રી રેવ. ફાધર રૂમાલ્દો રેવ. ફાધર પરેલ ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષક દિનની તૈયારી ના ભાગ રૂપે આગલા દિવસે ધોરણ આઠ ના વિદ્યાર્થી મિત્રોની પસંદગી વર્ષ શિક્ષક ડૉ. શૈલેષ વાણીયા ‘શૈલ’તથા આચાર્યશ્રી અનિકેતન ડાભી દ્વારા કરવામાં આવી હતી. ભાષા. સા.વિ અને ગણિત માટે અતુલસર તથા રાજેશસર પાસે થી વિદ્યાર્થી મિત્રોએ જે વિષય ભણાવવાનો છે. તેની માહિતી મેળવી લીધી. ત્યારબાદ ચિઠ્ઠી ઉછાળીને મેનેજર શ્રી, આચાર્યશ્રી, ઉપાચાર્યશ્રી ની પસંદગી કરવામાં આવી. ધોરણ 8 નો યુવરાજ એ મેનેજર તરીકે ની પોસ્ટ નિભાવી હતી કોલિન્સ મેકવાન દ્વારા આચાર્ય તરીકેની ભૂમિકા ભજવી. એરિક પટેલિયા દ્વારા ઉપાચાર્ય તરીકેની ની ફરજ નિભાવી હતી. કુલ 16 બાળમિત્રો શિક્ષક બન્યા હતા. કાર્યક્રમમાં આગળ વધતાં મેનેજરશ્રી ધ્વારા આશિર્વાદ આપવા માં આવ્યા. સંચાલન ડૉ.શૈલેષ વાણીયા શૈલ ઉપાચાર્ય દ્વારા. સંત મધર ટેરેસાનો મરણ દિવસ ની સાથે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ ના જીવન કવન ની માહિતી વિકાસ સર દ્વારા આપવામાં આવી. બંનેમહાનુભાવો ની છબી ઉપર પુષ્પમાળા અર્પણ કરવામાં આવી મેનેજરશ્રી દ્વારા આજના દિનની શુભેચ્છાઓ પાઠવી હતી. તેઓનું ફૂલહાર થી સન્માન શાળાના આચાર્ય શ્રી અનિકેત ડાભી દ્વારા કરવામાં આવ્યું. ધોરણ 8 ના બાળકો દ્વારા શિક્ષકો નું ગુલદસ્ત થી સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમને સફળ બનાવવા માટે મદદરૂપ બનનાર શીલાબેન, નીતાબેન, એરુશાબેન નો સહયોગ જોવા મળ્યો. પ્રાર્થના સમય બાદ બાળશિક્ષક મિત્રો વર્ગખંડોની અંદર ભણાવવા ગયા. સમય થતાં રિસેસ આપવામાં આવી. પૂણૅ થતાં ફરી વર્ગ ખંડમાં ગયા. 11:30 વાગે બાળકો છૂટી ગયા. સંસ્થાના મેનેજરશ્રી તરફ થી સ્નેહ ભોજન તથા નાનકડી ભેટ શિક્ષક દિન નિમિત્તે બધાજ શિક્ષક મિત્રો ને આપવામાં આવી. શિક્ષક મિત્રો દ્વારા સંસ્થાના વડા નો હ્દય પૂર્વક આભાર માનવામાં આવ્યો. અનોખી શિક્ષક દિનની ઉજવણી આર. સી. મિશન શાળા વડતાલ માં જોવા મળી આજના દિવસે શાળાનું સંચાલન કરનાર તથા શિક્ષક બનનાર વિધાર્થીઓ માટે ઐતિહાસિક દિવસ બની ગયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!