NAVSARI

નવસારી જિલ્લો પશુપાલનના વ્યવસાયમાં મિનરલ પાઉડર ઉપયોગ ખૂબ જ ફાયદાકારક,લાભાર્થી હીનાબેન પટેલ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ નવસારી જિલ્લામાં તા.૩૦ મી નવેમ્બર થી પ્રારંભ થયો છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ થકી કેન્દ્ર અને રાજય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો વિશે જાગૃત કરી, લાભાર્થીઓને ઘર આંગણે જ લાભોનું વિતરણ કરવામાં આવી રહયું છે. નવસારીના કસ્બાપારના લાભાર્થી હિનાબેન વિજયભાઇ પટેલે પોતાના પ્રતિભાવો આપતાં જણાવ્યું હતું કે,  હું છેલ્લા વીસ વર્ષથી પશુપાલન સાથે સંકળાયેલી છું. કેન્દ્ર અને રાજય સરકારની પશુપાલનક્ષેત્રે  વિવિધ યોજનાઓ અમલી છે. સરકારશ્રી દ્વારા પશુપાલકોને મિનરલ પાઉડરનું વિતરણ કરવામાં આવે છે. જે મિનરલ પાઉડર પશુપાલનના વ્યવસાયમાં ખૂબ જ ઉપયોગી છે. જેના ઉપયોગથી ગાય, ભેંસના દૂધમાં વધારો થતા ખૂબ જ ફાયદો થાય છે તેમ જણાવી ભારત સરકાર અને રાજય સરકારનો ખૂબ ખૂબ અભાર વ્યકત કર્યો હતો. તેમજ અન્ય પશુપાલન સાથે સંકળાયેલા લોકોને પણ મિનરલ પાઉડરની ઉપયોગિતા વિશે માહિતગાર કરૂ છું.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!