GUJARATJAMNAGARKALAVAD

કાલાવડના આણંદપરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલતી પોલીસ

11 ડિસેમ્બર 2023
હર્ષલ ખંધેડિયા :- જામનગર

જામનગર જિલ્લામા કાલાવડ તાલુકાના આણંદપર ગામમાં ધોળા દિવસે ખેડુતના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકીને પાંચ કલાકના સમયગાળામાં રોકડ રૂ.95 લાખની ચોરી કરી જતા પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. જમીન વેચાણના રૂપિયા આવ્યા હોવાનું ખેડુતે જણાવતા પોલીસે કોઈ જાણભેદુ હોવાની આશંકાએ તપાસ હાથ ધરી હતી.

એલસીબીએ ગણતરીની કલાકોમાં બનાવનો ભેદ ઉકેલી પડોશીના ઘરમાં ખાતર પાડનાર આરોપી વેપારી શખ્સને ચોરીની રકમ સાથે દબોચી લીધો છે.આણંદપર ગામમાં રહેતા દિપકભાઈ ભીખાભાઈ જેસડીયા (ઉ.વ.40) નામના ખેડુતના પિતાએ તાજેતરમાં જ જમીન વેચી નાંખી હોવાથી રોકડ રૂપિયા આવ્યા હોવાથી ઘરમાં રાખ્યા હતાં. ગુરૂવારે દિપકભાઈ અને તેમના પત્ની ગામમાં જ કુટુંબીક ભત્રીજાની સગાઈમાં ગયા હતાં અને ઘરે પિતા ભીખાભાઈ જેસડીયા એકલા જ ઘરે હોય અને સવા બે વાગ્યાની આસપાસ રાજકોટથી આવેલા મોટા પુત્ર સાથે જમીન લેવી હોવાથી જોવા માટે ગયા હતાં.આ દરમ્યાન કોઈ અજાણ્યા શખ્સ બંધ મકાનમાં પ્રવેશ કરીને બેડરૂમના દરવાજાનો નકુચો તોડીને કબાટમાં એક બેગમાં રાખેલા રોકડ રૂ.95 લાખની ચોરી કરીને નાશી છુટ્યા હતાં. પોણા સાતેક વાગ્યે દિપકભાઈ ઘરે આવતાં કબાટ તુટેલો જોઈને રૂપિયા જોતા તેમાં ન હોવાથી પિતાને જાણ કરતા તેઓ પણ ઘરે આવી ગયા હતાં અને પોલીસને જાણ કરતાં કાલાવડ પીઆઈ વી.એસ.પટેલ તેમજ પીએસઆઈ એચ.વી.પટેલ તેમજ સ્ટાફના દિગુભા જાડેજા અને એલસીબી પીઆઈ જે.વી.ચૌધરી, પીએસઆઈ આર. કે.કરમટા સહિતની પોલીસમાં દોડધામ મચી ગઈ છે હતી.આખી રાત શોધખોળ કરીને શંકાસ્પદ 3 જેટલા શખસોને ઉપાડી લેવામાં આવ્યા હતા.આ બનાવની તપાસ કરી રહેલ જામનગર પોલીસની એલસીબી શાખાની ટીમને મળેલ બાતમીના આધારે ફરિયાદની બાજુમાં જ રહેતા લવજીભાઇ ગોરધનભાઇ ગોરસીયા નામના 47 વર્ષના વેપારી શખ્સને પોલીસે અટકમાં લઇ આગવી ઢબે પુછપરછ કરતા તે ભાંગી પડયો હતો અને ચોરીની કબુલાત કરી હતી. પોલીસે તેના કબ્જામાંથી ચોરી કરી રૂા.95 લાખની રોકડ પણ કબ્જે કરી છે.આ કામગીરી એસ.પી. પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઇ જે.વી.ચૌધરી, પીએસઆઇ આર.કે.કરમટા, એસ.પી.ગોહિલ, પી.એન.મોરી તથા કાલાવડના પીએસઆઇ એચ.વી.પટેલ અને એલસીબી તથા કાલાવડ પોલીસના સ્ટાફે કરી હતી.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!