GIR GADHADAGIR SOMNATH

માં રમાબાઈ આંબેડકર જી ના જન્મ જયંતી નિમિત્તે ગીર સોમનાથ જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચા દ્વારા ગીર ગઢડા તાલુકા ના વડવિયાળા ગામે નિઃશુલ્ક મહિલા મેડિકલ કેમ્પ યોજાયો. જેમાં 637 બહેનો એ લાભ લીધો 

કોવાત્સલ્યમ્ સમાચાર

વિશાલ ચૌહાણ ગીર ગઢડા

માં રમાબાઈ આંબેડકર જી ના જન્મ જયંતી નિમિત્તે ગીર સોમનાથ જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચા દ્વારા ગીર ગઢડા તાલુકા ના વડવિયાળા ગામે નિઃશુલ્ક મહિલા મેડિકલ કેમ્પ યોજાયો. જેમાં 637 બહેનો એ સારવાર લીધી

આ કાર્યક્રમ 637 બહેનો એ વિવિધ વિભાગ ના નિષ્ણાંત ડોકટરો પાસે થી તપાસ, સારવાર, બોડી ચેકઅપ, રિપોર્ટ અને ECG સેવા નો લાભ નિઃશુલ્ક મેળવ્યો.

આ કાર્યક્રમ માં દીપ પ્રાગટ્ય તેમજ આવેલ પદાધિકારીઓ અને ડોક્ટરશ્રી ઓ નું પુષ્પ ગુચ્છ દ્વારા સ્વાગત કર્યા બાદ ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પીઠયા અને જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચા પ્રમુખ પ્રવીણભાઈ સાંખટ ના વરદ હસ્તે રીબીન કાપી અને કેમ્પ ને ખુલ્લો મૂકવામાં આવ્યો.

આ સેવામાં ઊના શહેર ના અન્નપૂર્ણા હોસ્પિટલ ના ખ્યાત નામ ડો. મુકેશ બલદાણિયા MD (મેડીસીન) તેમજ સ્વામી નારાયણ હોસ્પિટલ ના ખ્યાત નામ ડો. હાર્દિકકુમાર કપોપરા MS ( ઓર્થો સર્જન) તેમજ ગાયનેક ડો.નલીન કાતરીયા, ડો. મનોજ દેવમૂરારી, ડો, ધીરેન્દ્ર જોષી, ડો. રોહિત દેવમુરારી, ડો. સિદ્દીકી, ડો.અજુડીયા વિગેરે ડોકટર ટીમ દ્વારા બપોર ના 1 થી 5 કલાક સુધી નિઃશુલ્ક સેવા પૂરી પાડવામાં આવી.

આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ગીર સોમનાથ જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચા ના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સાંખટ, ગીર ગઢડા તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રીમતી ભગવતીબેન સાંખટ, ગામના સરપંચ ભેનીબેન રામુ, જી. પ. સદસ્ય વિલાસબેન દોમડિયા અને વિનોદભાઈ વાઢેર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

આ કાર્યક્રમ માં વિશે મહેમાન તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠયા, ઉપાધ્યક્ષ શ્રી રાજુભાઈ ડાભી, તા.પ. પ્રમુખ ભગવતીબેન સાંખટ, ઉપ પ્રમુખ શ્રી ભીખાભાઈ કિડેચા, કારોબારી ચેરમેન કાનજીભાઈ બાંભણિયા, જી.પ સદસ્ય દ્વારકાદાસ દોમડીયા, તાલુકા સંગઠન મંત્રી કે. સી રાજપુત, કાંતિભાઈ ચુડાસમા, હીરાભાઈ માકડિયા, શૈલેષભાઈ વાઘેલા, કરશનભાઈ ચૌહાણ, બચુભાઈ વાઢેર, બોધાભાઈ ચૌહાણ, અને કાનાભાઈ રામુ ખાસ હાજર રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!