JUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જૂનાગઢ જિલ્લામાં રિસર્વે બાદ રેકર્ડમાં રહેલી વિસંગતતાઓ દૂર કરવા ઝુંબેશ શરૂ કરાશે

તબક્કાવાર ગામોના દરેક સર્વે નંબર માપણી કરવામાં આવશે : ખાતેદાર-કબજેદારને સહકાર આપવા અનુરોધ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : રીસર્વે બાદ રેકર્ડમાં રહેલ વિસંગતતાઓ – ક્ષતિઓ દૂર કરવા માટે હાલ જૂનાગઢ ક્ષતિ સુધારણા કાર્યક્રમ પ્રગતિમાં છે. આ કાર્યક્રમ હેઠળ હાલ જૂનાગઢ જિલ્લાના પાંચ ગામોમાં રેકર્ડમાં રહેલ તેઓ ક્ષતિઓ દૂર કરવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવશે.
મેંદરડાના ગડકીયા ગામે તા.૧૫-૨-૨૪ તથા ગુંદીયાળી ગામે તા.૨૨-૨-૨૪, ભેંસાણના નવા વાઘણીયા ગામે તા.૧૬-૨-૨૪, માણાવદરના ખખાવી ગામે તા.૨૨-૨-૨૪ અને વંથલીના બંધડા ગામે તા.૧-૩-૨૦૨૪થી આ રેકોર્ડ ક્ષતિ સુધારણાની ઝુંબેશ શરૂ કરવામાં આવશે. તબક્કાવાર જિલ્લાના અન્ય ગામોમાં પણ રેકર્ડ ક્ષતિ સુધારણાની આ ઝુંબેશ આગળ વધારાશે.
આ ઝુંબેશ હેઠળ સમગ્ર ગામના દરેક સર્વે નંબરની માપણી કામગીરી હાથ ધરવાની હોય જેથી ખાતેદાર-કબજેદાર માપણી સમયે સ્થળ પર હાજર રહી માપણી કામગીરી માટે જરૂરી સહકાર આપવા પણ અપીલ કરવામાં આવી છે. તેમ ડિસ્ટ્રિક્ટ લેન્ડ રેકર્ડઝ ઈન્સ્પેક્ટરની યાદીમાં જણાવાયું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!