કોંગ્રેસી ધારાસભ્ય એ નાગપુર ખાતે સ્વ-સ્વરૂપ સંપ્રદાયના સંસ્થાપક વિરુદ્ધ ટિપ્પણી કરતા ડાંગમાં વિરોધ પ્રદર્શન..
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
મહારાષ્ટ્ર રાજ્યનાં નાગપુર શહેરનાં કોંગ્રેસી ધારાસભ્ય દ્વારા સ્વ-સ્વરૂપ સંપ્રદાયનાં સંસ્થાપક વિરુદ્ધ વ્યક્તિગત ટિપ્પણી કરવામાં આવતા સ્વ -સ્વરુપના સંપ્રદાયના લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.ત્યારે તેના પડઘા ડાંગ જિલ્લામાં પણ જોવા મળી રહ્યા છે.આ સમગ્ર મામલે સ્વ -સ્વરુપના સંપ્રદાય આહવા ડાંગ જિલ્લા સેવા સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.સ્વ-સ્વરૂપ સંપ્રદાયનાં સંસ્થાપક અનંત વિભુષીત જગદગુરૂ રામાનંદાચાર્ય સ્વામી નરેન્દ્રાચાર્યજી મહારાજને વ્યક્તિગત સ્વરૂપે નાગપુર (મહારાષ્ટ્ર) શહેરના કોંગ્રેસી ધારાસભ્ય વિજય વડેટ્ટિવાર એ વિવાદાસ્પદ અને વ્યક્તિગત ટિપ્પણી કરીને સ્વ – સ્વરૂપ સંપ્રદાયની તથા સમગ્ર સાધુ – સંતોનું અપમાન કરેલ છે.જે બદલ ડાંગ જીલ્લા સ્વ-સ્વરૂપ સંપ્રદાયનાં તમામ ભક્તજનો, અનુયાયીઓ અને સમગ્ર હિંન્દુ ભાઇ -બહેનો સખત શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે.અને જે રાજનેતા એ અપમાન જનક અભદ્ર ટીપ્પણી કરેલ છે તેમણે જાહેરમાં માફી માંગવી જોઈએ જો માફી ના માંગે તો આવનાર સમયમાં ઉગ્ર સ્વરૂપે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે.વધુમાં આ મામલે સ્વ-સ્વરૂપ સંપ્રદાય આહવા – ડાંગ જિલ્લા સેવા સમિતિના કાર્યકરોએ આહવા નગરમાં રેલી યોજી જાહેરમાં વિરોધ નોંધાવ્યો હતો.અને કોંગ્રેસી નેતાના પૂતળાને ચપ્પલની હાર પહેરાવી સખત વિરોધ નોંધાવ્યો હતો.તેમજ આ કોંગ્રેસી ધારાસભ્ય ઉપર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે સ્વ – સ્વરૂપ સંપ્રદાય આહવા – ડાંગ જિલ્લા સેવા સમિતિ દ્વારા ડાંગ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતુ..