AHAVA

ડાંગ જિલ્લાનાં શિવાલયોમાં મહાશિવરાત્રીનાં પર્વની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લામાં મહાશિવરાત્રીનાં પાવનપર્વ નિમિત્તે શીવાલયો નજીક ભરાતા હાટ બજાર એટલે એક દિવસીય મેળાઓ ખરીદીની સાથે આકર્ષણનું કેન્દ્ર બન્યા..

ડાંગ જિલ્લામાં ભાવિક ભક્તો દ્વારા મહાશિવરાત્રીનાં પાવન પર્વની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.ડાંગ જિલ્લાનું સુપ્રસિધ્ધ બીલમાળ અર્ધનારેશ્વર નાગેશ્વર મંદિર,બરમ્યાવડ ગામનું પૌરાણિક શિવમંદિર,સાપુતારાનું નાગેશ્વર મહાદેવ મંદિર,નવાગામનું તવલેગીરી શિવમંદિર,નિંબારપાડાનું શિવમંદિર,ખાતળ માછળીનું 500 વર્ષ જૂનું પૌરાણિક શિવમંદિર,ચિંચલીનું પૌરાણિક પુર્ણેશ્વર મહાદેવનું શિવ મંદિર,ભેંસકાતરીનાં માયાદેવી નજીકનું રામેશ્વર શિવમંદિર,આહવા નજીકનું ઘોઘલી શિવાલય,વઘઇ અંબા માતા નજીકનું શિવાલય,શામગહાન ગામનું શિવમંદિર,હુંબાપાડા ગામનું શિવમંદિર સહિત ડાંગ જિલ્લાના નાના મોટા શિવમંદિરોમાં વહેલી સવારથી બમ બમ ભોલે અને હર હર મહાદેવના નાદો ગુંજી ઉઠ્યા હતા.તેમજ બરમ્યાવડ,માયાદેવી અને બિલમાળ અને નિંબારપાડા ગામ ખાતે જાત્રા એટલે એક દિવસીય મેળો આકર્ષણનું કેન્દ્ર બનવા પામ્યા હતા.મહાશિવરાત્રીનાં પાવન પર્વ નિમિત્તે ડાંગ જિલ્લાનાં શિવાલયોમાં ઠેરઠેર હોમ – હવન, યજ્ઞ ,મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ.ડાંગ જિલ્લામાં મોટા શિવાલયોની બહાર ઠેર ઠેર બીલીપત્ર,ફળ,કૂલ અને અન્ય પૂજા સામગ્રીના વ્યાપારમાં પણ વધારો જોવા મળ્યો હતો.તેમજ મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે બીલમાળ,બરમ્યાવડ અને ભેંસકાતરી (માયાદેવી) ખાતે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં  મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.અને મેળાની મોજ માણી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની ઉત્સાહ ભેર ખરીદી કરી હતી.તેમજ મહાશિવરાત્રીનાં પાવન પર્વ નિમિતે ભાવિક ભકતો ભક્તિમાં લીન થયા હતા.ડાંગ જિલ્લામાં મહાશિવરાત્રી નિમિત્તે ભરાતા મેળાઓમાં કોઈ અનિચ્છનીય બનાવો ન બને તે માટે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો..

Back to top button
error: Content is protected !!