ત્રિશા ઓન ધ રોક્સ – ગુજરાતી ફિલ્મ રિલીઝ. નવા વિષય સાથે નવી રજૂઆત..- નિરજ સોલંકી
હિતેનકુમાર, જાનકી બોડીવાલા અને રવિ ગોહિલ અભિનીત દિગ્દર્શક ક્રિષ્નદેવ યાજ્ઞિકની નવી ફિલ્મ
હિન્દી અને ગુજરાતી એમ બંને ભાષા માં રિલીઝ થયેલી, નવા જમાના ને અનુરૂપ નવી ફિલ્મ એટલે ‘ત્રિશા ઓન થઈ રોક્સ’. કૃષ્ણદેવ યાજ્ઞિક હંમેશા કૈક હટકે સિનેમા પીરસતા હોય છે અને અહીંયા પણ એકદમ અલગ વિષય અને ફ્રેશ તથા ક્રિસ્પ ટ્રીટમેન્ટ સાથે ની ફિલ્મ ફરી એકવાર લઇ ને આવ્યા છે.
‘વશ’ ફિલ્મ બાદ જાનકી બોડીવાલા અહીંયા એક અલ્લડ અને સ્વછંદી છોકરી ના રોલ માં જોવા મળે છે અને સાથે સુપરસ્ટાર હિતેન કુમાર એમના પિતા ના રોલ માં છે. ફિલ્મ ના હીરો રવિ ગોહિલ ની જોરદાર એક્ટિંગ અને સરસ ડાઈલોગ ડિલિવરી જોઈ ને જરા પણ એવું નથી લાગતું કે એમની આ પહેલી મોટી ફિલ્મ છે.
રવિ ગોહિલ એક બૂટલેગર (દારૂ ની ડિલિવરી કરનારો ખેપિયો) ના પાત્ર માં એકદમ સાહજિક લાગે છે અને પાત્ર ને અનુરૂપ એમની બોડી, ગેટઅપ, હાવભાવ અને ડાઈલોગ ડિલિવરી બિલકુલ જામે છે. જાનકી બોડીવાલા કે જેઓ એક શક્ષમ અભિનેત્રી છે અને બોલિવૂડ માં પણ પદાર્પણ કરી ચુક્યા છે એવા એમણે એક અલ્લડ, બબલી અને થોડીક સ્વછંદી છોકરી નું પાત્ર અદભુત રીતે ભજવ્યું છે તથા એને જીવી જાણ્યું છે. હિતેન કુમાર અહીંયા જેન-ઝી છોકરી ના પપ્પા ના રોલ માં ચાર્મિંગ લાગે છે અને એમનો અભિનય હંમેશા ની જેમ ખુબ જ સરસ છે. તો આ ત્રણેય પાત્રો એ ફિલ્મ પોતાના ખભા પર ઊંચકી લીધી છે. ફિલ્મ સારી છે, અર્બન કક્ષા ની કહી શકાય અને ખુબ જ એડવાન્સ/બોલ્ડ છે કે જે આજ ના યુથ (યુવાવર્ગ) ને ચોક્કસ થી આકર્ષિત કરશે.
વાર્તા ની વાત કરું તો ફિલ્મ ની શરૂઆત મા ‘બાપ અને દીકરી’ વચ્ચે ની મજાક મસ્તી બતાવવા માં આવે છે અને દીકરી પોતાના મિત્ર ના ઘરે રાખેલી જન્મદિવસ ની પાર્ટી મા જવા ની વાત કરે છે. આ બર્થડે પાર્ટી મા ૬-૭ છોકરા છોકરીઓ આલ્કોહોલ લેતા અને સિગારેટો ફૂંકતા હોય છે અને એવા મા જરૂર પડે છે વધારે દારૂ ની. આના માટે તેઓ એક બુટલેગર નો સંપર્ક કરે છે અને બુટલેગર પ્રીમિયમ માલ (દારૂ) આપવા આ પાર્ટી મા આવે છે. હવે લીડ એક્ટ્રેસ ની આ બુટલેગર સાથે મોમેન્ટ્સ બની જાય છે; અને પછી આગળ શું થાય છે તેના વિષે જરા પણ કહીશ તો ફિલ્મ ખુલી જાય છે એટલે તે જાણવા તમારે આ ફિલ્મ થીએટર મા જોવી જ પડશે. ફિલ્મ ની વાર્તા મા એટલું કન્ટેન્ટ નથી પણ ટ્રીટમેન્ટ ખુબ જ ફ્રેશ અને અસરકારક છે.
ફિલ્મ ખુબ જ લાંબી છે અને એટલે થોડી સ્લો પણ લાગે છે. ઈન્ટરવલ પહેલા તો ફિલ્મ ખુબ જ મસ્ત, રસપ્રદ અને રિફ્રેશિંગ છે. ફિલ્મ મા આવતો ડાન્સ, સંગીત, કોમેડી અને ઇન્ટરેસ્ટિંગ સીન-સિક્વનકસો થકી ઈન્ટરવલ ક્યારે આવી જાય છે એની ખબર જ નથી પડતી. પણ ઈન્ટરવલ પછી ફિલ્મ મા કોઈ પોઇન્ટ મુકેલો ના હોવા થી ફિલ્મ ધીમી અને ખેંચાયેલી લાગવા મંડે છે. આથી કહી શકાય કે ફિલ્મ નું એડિટિંગ ખુબ જ નબળું છે. શાર્પ એડિટિંગ થકી ફિલ્મ ઓછા મા ઓછી ૩૦ મિનિટ ની કાપી શકાય હોત તો વધારે મજ્જા આવત.
આગળ કહ્યું એમ ફિલ્મ ની સ્ટોરી એટલી કન્ટેન્ટ વાળી નથી પણ રાઇટિંગ ખુબ જ અસરકારક છે. ફિલ્મ નું કેમેરા વર્ક અને સિનેમેટ્રોગ્રાફી પણ સુપર છે; અમુક એંગલે લેવાયેલા સીન્સ અને રિફ્લેક્શન સાથે કરવા મા આવેલું શૂટ ખરેખર નોટીસેબલ છે. ફિલ્મ મા ગીત, સંગીત અને પાર્શ્વ્ સંગીત ખુબ જ સરસ છે તથા મોનારીતા સોન્ગ તો જબરદસ્ત છે. ડાન્સ હોવા થી કોરિયોગ્રાફી પણ સુંદર છે. આમ એડિટિંગ સિવાય ના પાસાઓ મા ફિલ્મ મજબૂત છે; પણ લંબાઈ વધારે હોવા થી પ્રેક્ષકો ની કસોટી થાય છે. તો પણ ફિલ્મ ખરેખર જોવાલાયક છે અને યંગસ્ટર્સ ને ગમે એવી હોવા થી યુવાવર્ગ ને ચોક્કસ થી આકર્ષિત કરશે. કૈક નવું અને ખરા અર્થ મા અર્બન જોવા ઇચ્છતા ઑડિયન્સ ને જરૂર થી ગમે એવી આ ફિલ્મ ને મારા તરફ થી ૩ / ૫ નું રેટિંગ હું આપીશ.
*રેટિંગ -* 3 / 5 (🌟🌟🌟)
*મનગમતું -* જાનકી બોડીવાલા દ્વારા થતી બુટલેગર ની શોધ અને એમાં આવતી કોમેડી.
*તાજા કલમ -* ફિલ્મ મા જાનકી દ્વારા વારંવાર કરાયેલું ચોક્કસ પ્રકાર નું હાસ્ય (લાઉડ લાફ / અટ્ટહાસ્ય) એ પ્રેક્ષકો ના ચેહરા પર હાસ્ય ઓછું અને અણગમો વધારે લાવે છે.
*By – Niraj Solanki..!*
Print & Upload By
Manan Dave
Public Relation – Promotion – Media
8866710324