ARAVALLIGUJARATMODASA

બોર્ડની પરીક્ષા બાબતે અરવલ્લી જિલ્લામાં જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

બોર્ડની પરીક્ષા બાબતે અરવલ્લી જિલ્લામાં જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું

 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ પરીક્ષા અગામી તા. ૨૭/૦૨/૨૦૨૫ થી તા. ૧૭/૦૩/૨૦૨૫ સુધી બે રોશનમાં ૧૦.૦૦ થી ૧૩.૧૫ કલાક અને ૧૫.૦૦ થી ૧૮.૩૦ કલાક દ૨મ્યાન અરવલ્લી જિલ્લાના વિવિધ કેન્દ્રો ઉપર યોજાનાર છે. પરીક્ષા સમય દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારૂ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા- ૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબનું જાહે૨નામું બહાર પાડવામાં આવે છે.આર.એન.કુચારા, જી.એ.એસ અધિક જિલ્લા મેજી૨ટ્રેટ, અરવલ્લી, મોડાસા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા- ૨૦૨૩ની કલમ-૧૬૩ થી મને મળેલ સત્તાની રૂએ હુકમ કરું છું કે, રાદર પરીક્ષા રામય દરમિયાન તથા પરીક્ષાની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી અરવલ્લી જિલ્લાના આ સાથે સામેલ પરિશિષ્ટ મુજબના પરીક્ષા કેન્દ્રોની અંદર તથા તેની સીમાથી ૧૦૦ મીટરની ત્રિજયામાં કોઈપણ વ્યકિત પરીક્ષા સમય દરમ્યાન મોબાઈલ/સેલ્યુલર ફોન/પેજ૨/કોર્ડલેસ ફોન/૨માર્ટ વોચ/ટેબલેટ/ ઇયરફોન/કેલક્યુલેટર કે અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણો સાથે લઈ જઈ શકશે નહીં પરીક્ષા સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રના વિસ્તારમાં પરીક્ષા સાથે પ્રત્યક્ષપણે સંકળાયેલા હોય તે સિવાયના ચાર કે તેથી વધુ માણસોએ એકત્ર થવું નહીં, સુત્રો પોકારવા નહીં કે સરઘરા અથવા રેલી કાઢવી નહીં, પથ્થર કે અન્ય આ પ્રકારના પદાર્થ લઇ જવા નહી તેમજ પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટર સુધીની ત્રિજયામાં ઝેરોક્ષ મશીન ચાલુ રાખવા નહીં તથા પરીક્ષાના દિવસે વીજ પુરવઠો ખોરવાય નહી તે માટે તા. ૨૭/૦૨/૨૦૨૫ થી તા. ૧૭/૦૩/૨૦૨૫ સુધી ખોદકામ ક૨વું નહી. પરીક્ષાર્થીઓને ખલેલ પહોચે તે રીતે માઈક/લાઉડ પીક૨/મ્યુઝીક વગાડી શકાશે નહી. તથા આ સમય દરમિયાન સક્ષમ ઓથોરીટી દ્વારા આપવામાં આવેલ પરમીશનો આપોઆપ રદ ગણાશે.

અપવાદ:- આ હુકમ નીચેના અધિકારીઓને લાગુ પડશે નહિં.

(૧) જિલ્લા મેજિસ્ટ્રેટ અને પરીક્ષા સમિતિના અધિકારી ઓ તથા પરીક્ષા કામગીરીમાં તેમજ બંદોબ૨તમાં રોકાયેલ સ્ટાફના માણસો.

(૨) સર્બાડવીઝનલ મેજિરટ્રેટ મોડાસા/બાયડ તથા એક્ઝીક્યુટીવ મેજિરટ્રેટ તમામ જિ.અરવલ્લી.

(૩) ફ્લાઇંગ રડવૉડના તમામ અધિકારીઓ.

સદરહુ આદેશનો ભંગ કરી કોઇ વ્યકિત મોબાઈલ/સેલ્યુલર ફોન/પેજ૨/કોર્ડલેસ ફોન/૨માર્ટ વોચ/ટેબલેટ/ ઈયરફોન/ કેલક્યુલેટર કે અન્ય જેવા ઇલેક્ટ્રોનિક ઉપક૨ણો મળી આવશે તો સ્થળ ઉપરના સુરક્ષા અધિકારી આ સાધનો જપ્ત કરી શકશે.આ હુકમ અન્વયે અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતા ક્ષેત્રાધિકાર ધરાવતા હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના દરજ્જાના સક્ષમ સત્તા અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ – ૨૨૩ તથા ગુજરાત પોલીસ અધિનિયમલ ૧૯૫૧ની કલમ – ૧૩૫ મુજબ ફરીયાદ માંડવા અધિકૃત ક૨વામાં આવે છે.

Back to top button
error: Content is protected !!