AMRELI CITY / TALUKORAJULA

રાજુલા તાલુકાના હિંડોરણા પ્રાથમિક શાળામાં ભવ્ય શાળા પ્રવેશોત્સવ ઉજવાયો, વિદ્યાર્થીઓનું સન્માન અને SMC બેઠક યોજાઈ

અનેક મહાનુભાવો એ આપી હાજરી

યોગેશ કાનાબાર અમરેલી

રાજુલા તાલુકાના હિંડોરણા પ્રાથમિક શાળામાં ભવ્ય શાળા પ્રવેશોત્સવ ઉજવાયો, વિદ્યાર્થીઓનું સન્માન અને SMC બેઠક યોજાઈ


રાજુલા તાલુકાના હિંડોરણા ગામની પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવની ભવ્ય અને દિવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. ગામના નાના પરંતુ પ્રેરણાદાયી કાર્યક્રમમાં અનેક મહાનુભાવો, અધિકારીઓ, ગ્રામજનો અને વાલીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ શાળા પરિવાર દ્વારા તમામ મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શૈક્ષણિક, સાંસ્કૃતિક તેમજ સહશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર હોશિયાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત બાલવાટિકાના અંદાજે 50 જેટલા બાળકો તથા ધોરણ-1માં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આંગણવાડીના બાળકો પણ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓએ શાળા મેનેજમેન્ટ કમિટી (SMC) સાથે બેઠક યોજી શાળાના વિકાસ, શિક્ષણની ગુણવત્તા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.


કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે
ટ્રાઇબલ એજ્યુકેશન ડેવલપમેન્ટ ના અધિકારી શ્રી ડો. કિશોરભાઈ ધારૈયા લાયઝન અધિકારી જીગ્નેશભાઈ ઉપાધ્યાય, ફોરેસ્ટ વિભાગના કૃષ્ણાબેન ખુમાણ, જિલ્લા પ્રતિનિધિ વિરાજભાઈ, આંગણવાડી સુપરવાઇઝર, સરપંચ, એસએમસી અધ્યક્ષ બીજલભાઈ પટાટ, જેઠસૂરભાઈ પટાટ, પૂર્વ સરપંચ વાઘાભાઈ ભીલ, દંતુભાઈ પટાટ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન જેઠસૂરભાઈ પટાટ દ્વારા દર મહિને વિદ્યાર્થીઓને આપવામાં આવતા બટુક ભોજન જેવી સેવાકીય પ્રવૃત્તિની પણ પ્રશંસા કરવામાં આવી હતી.
શાળામાં મેદાનના અભાવને કારણે તમામ વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં પ્રત્યક્ષ રીતે જોડાઈ શક્યા ન હતા. તેથી શાળાની યુટ્યુબ ચેનલ મારફતે ડિજિટલ ક્લાસરૂમમાં કાર્યક્રમનું જીવંત (લાઈવ) પ્રસારણ કરવામાં આવ્યું, જેથી બાકીના વિદ્યાર્થીઓ પણ પ્રવેશોત્સવનો લાભ લઈ શક્યા.
સમગ્ર કાર્યક્રમ આચાર્ય પારુલબેનના માર્ગદર્શન હેઠળ શાળાના સમગ્ર સ્ટાફના સહયોગથી સફળતાપૂર્વક યોજાયો હતો. કાર્યક્રમનું સંચાલન શાળાના નાના વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસપૂર્વક કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ આનંદમય, પ્રેરણાદાયી અને નવા શૈક્ષણિક વર્ષની ઉજ્જવળ શરૂઆતનો સંદેશ આપનાર રહ્યો હતો.

Back to top button
error: Content is protected !!