આણંદ – સભામાં વર્ષ 2025-26 માટે 116.32 લાખ રૂપિયાની પુરાંતવાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું
આણંદ – સભામાં વર્ષ 2025-26 માટે 116.32 લાખ રૂપિયાની પુરાંતવાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું
આણંદ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા સરદાર પટેલ સભાખંડમાં યોજાઈ હતી. સભામાં વર્ષ 2025-26 માટે 116.32 લાખ રૂપિયાની પુરાંતવાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ પટેલે જણાવ્યું કે, આગામી વર્ષે સ્વભંડોળની આવક 2389.78 લાખ રૂપિયા અંદાજવામાં આવી છે. આ સામે ખર્ચ 2273.46 લાખ રૂપિયા થવાનો અંદાજ છે. સ્વભંડોળ ઉપરાંત રાજ્ય સરકારની તબદિલ થયેલી પ્રવૃતિઓ માટે કુલ 1.54 લાખ કરોડ રૂપિયાના આવક-ખર્ચનો અંદાજ છે.
સભામાં એજન્ડા મુજબના આઠ મહત્વપૂર્ણ કામો મંજૂર કરવામાં આવ્યા છે. આમાં MGNREGA નું લેબર બજેટ, વર્ષ 2024-25નું સુધારેલું અંદાજપત્ર અને 2025-26નું મૂળ અંદાજપત્ર સામેલ છે. ક્રેશ ફેસિલિટી શરૂ કરવા, જિલ્લા પંચાયત કચેરીઓની નિભાવણી માટે બજેટ જોગવાઈ રિવાઈઝ કરવા અને સ્ટાફ ક્વાર્ટર્સને લગતા કામો પણ મંજૂર થયા છે. વધુમાં, અધ્યક્ષ સ્થાનેથી રજૂ થયેલા પ્રસ્તાવ મુજબ આણંદ જિલ્લા પંચાયત હેઠળની 172 આંગણવાડી કેન્દ્રોને આણંદ મહાનગરપાલિકા હસ્તક કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.
જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ પટેલ જણાવે છે કે, છેવાડા ના માનવી સુધી વિકાસનું કામ પહોંચે તે રીતનું આયોજન કરેલ છે જેમાં સ્ટેમ્પ ડ્યુટી ની ગ્રાન્ટ ગયા વર્ષ કરતા 21 લાખ વધારી 1.05 લાખનું આયોજન કરેલ છે. બાંધકામ ક્ષેત્રમાં 84 લાખની ગ્રાન્ટનું આયોજન કરેલ છે, રેતી-કાંકરી ની ગ્રાન્ટ માટે 3.75 કરોડનું આયોજન કરેલ છે. શૈક્ષણિક પ્રવાસ માટે 10 લાખનું આયોજન કરેલ છે. અનુસૂચિત જાતિના વિસ્તારમાં વિકાસના કામ માટે 21 લાખનું આયોજન કરેલ છે, બક્ષીપંચ વિસ્તારમાં વિકાસના કામો માટે 30 લાખનું આયોજન કરેલ છે, આંગણવાડી કેન્દ્રોની મરામત માટે 25 લાખનું આયોજન કરેલ છે, icds ના બાળકોને હું પોષણ મુક્ત કરવા માટે 20 લાખનું આયોજન કરેલ છે.