NATIONAL

‘જેન્ડર ચેન્જ કરવું એ બંધારણીય અધિકાર’ : અલ્હાબાદ હાઈકોર્ટ

જેન્ડર ચેન્જ કરવા અંગે અલ્હાબાદ હાઈકોર્ટે આજે મહત્વની ટિપ્પણી કરી છે. કોર્ટે જેન્ડર ચેન્જ કરવાની બાબતને બંધારણીય અધિકાર કહ્યો છે. કોર્ટે કહ્યું કે, આધુનિક સમાજમાં કોઈપણ વ્યક્તિને પોતાની ઓળખ બદલવાના અધિકારથી વંચિત ન રાખી શકાય. જો તેને સ્વિકારવામાં ન આવે તો આપણે માત્ર ‘જેન્ડર આઈડેન્ટિટી ડિસઓર્ડર સિન્ડ્રોમ’ને પ્રોત્સાહિત કરતા રહીશું, તેથી વ્યક્તિને જેન્ડર ચેન્જ કરવાનો અધિકાર છે. જસ્ટિસ અજીત કુમારે મહિલા કોન્સ્ટેબલની અરજી પર સુનાવણી કરતા આ નિર્ણય સંભળાવ્યો હતો.

અલ્હાબાદ હાઈકોર્ટે પોલીસ મહાનિર્દેશકને ‘લિંગ પરિવર્તન’ માટેની અરજીકર્તાની માંગનો જલ્દી નિકાલ કરવાનો નિર્દેશ આપ્યો છે. ઉપરાંત કોર્ટે રાજ્ય સરકારને સોગંદનામું દાખલ કરવા પણ આદેશ કર્યો છે. આ કેસની આગામી સુનાવણી 21 સપ્ટેમ્બરે હાથ ધરાશે.

વકીલના જણાવ્યા મુજબ હાઈકોર્ટે કહ્યું કે, ક્યારેક ક્યારેક આવી સમસ્યા ઘાતક નિવડી શકે છે, કારણ કે, આવા વ્યક્તિઓ વિકૃતિઓ, ચિંતા, હતાશા, નકારાત્મક આત્મ-છબી અને જાતીય શારીરિક રચના પસંદ ન હોવાના કારણે પીડિત થઈ શકે છે. જો આવું સંકટ ઘટાડવા મનોવૈજ્ઞાનિક ઉપાયો નિષ્ફળ જાય તો સર્જિકલ હસ્તક્ષેપ કરવો જોઈએ…

આ કેસમાં અરજીકર્તાએ હાઈકોર્ટને વિનંતી કરી કે, તે જેન્ડર ડિસ્ફોરિયાથી પીડિત છે અને પોતાને પુરુષ તરીકે ઓળખે છે. તે સેક્સ રિઅસાઈનમેન્ટ સર્જરી કરાવવા ઈચ્છે છે. અરજીકર્તાએ કહ્યું કે, આ મામલે 11મી માર્ચે પોલીસ મહાનિર્દેશકને રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી આ મામલે કોઈ નિર્ણય ન કરાતા તેણે અરજી દાખલ કરવી પડી છે. આવા કેસો મામલે અગાઉ સુપ્રીમ કોર્ટ દ્વારા જે આદેશો કરાયા હતા, તેનો હવાલો પણ હાઈકોર્ટમાં રજુ કરાયો હતો, જેમાં ઉલ્લેખ કરાયો છે કે, ‘આ કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અરજીને રોકવી યોગ્ય નથી…’

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!