GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

ગોધરા નમો રેસીડેન્સીના રહીશો દ્વારા ચોરીની ઘટનાઓને નિવારવા રાત્રી દરમિયાન શરૂ કરવામાં આવી સતત પહેરેદારી.

 

તારીખ ૦૬/૧૧/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

ગોધરા શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી ચોરી તેમજ લૂંટના આશયથી તસ્કરો દ્વારા અનેકો ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે ત્યારે ગોધરા શહેરી વિસ્તારની વિવિધ સોસાયટીના સ્થાનિક રહીશો દ્વારા ગોધરા પોલીસ સાથે સહયોગ સાધી સમગ્ર રાત્રી દરમિયાન પહેરેદારી કરી સોસાયટીની સુરક્ષાનું બીડું ઝડપવામાં આવી રહ્યું છે. ત્યારે ગોધરા શહેરની જી.આઈ. ડી. સી.ની પાછળ આવેલી નમો રેસીડેન્સીના સ્થાનિક રહીશો પણ ચોરી અને લૂંટની ગતિવિધિઓને ડામવા ગોધરા પોલીસના સથવારે આવી સ્વાયત્તપણે પોતાની નૈતિક જવાબદારી સમજીને સતત સાત દિવસથી રાત્રી પહેરેદારી કરી સોસાયટીને સુરક્ષિત રાખવા અગ્રેસર બની છે.

Back to top button
error: Content is protected !!