GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ કાશીમાબાદ સોસાયટી સામેના ખુલ્લા ખેતરમાં મૂકેલા સ્ક્રેપ ના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી.

 

તારીખ ૧૯/૦૩/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેર સ્થિત કાશીબાદ સોસાયટી સામેના ગોધરા-વડોદરા હાઇવે રોડની બાજુમાં આવેલ સ્ક્રેપના ગોડાઉન ગતરોજ મોડી સાંજે આગ લાગવાની ઘટના બની છે સ્ક્રેપના ગોડાઉન રાખેલ કચરામાં લાગેલી આગને કારણે ધુમાડાના ગોટગોટા દૂર દૂર સુધી દેખાયા હતા જ્યાં ઘટનાની જાણ થતાં જ કાલોલ નગરપાલિકાના બે ફાયર ફાઈટર સાથે ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી જ્યાં ફાયર વિભાગની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી આગને કાબૂમાં લીધી હતી આગ લાગવા ની ઘટના અંગે અનેક સવાલો ઉભા થયા છે જ્યાં આ ભંગાર સ્ક્રેપ ના જોખમી ખુલ્લા ખેતરમાં ગોડાઉન બનાવી સરકારી ગાઈડ લાઈનનો ભંગ કરી ખુલ્લેઆમ ઔધોગિક એકમોનો વેસ્ટ ઠાલવવામાં આવી રહ્યો છે કે કેમ અને સ્ક્રેપના ગોડાઉન મુકેલ કચરાને કોઈએ જાણી જોઈને સળગાવ્યો છે કે આકસ્મિક રીતે આગ લાગી છે ? તે તપાસનો વિષય બન્યો છે.પરંતુ સ્ક્રેપના ગોડાઉન સળગવાની ઘટનાઓએ કાશીમાબાદ સોસાયટી સહિત આજુબાજુના વિસ્તારોનાં લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Check Also
Close
Back to top button
error: Content is protected !!