આણંદ મેમણ સમાજ સેવા ટ્રસ્ટ ની વાર્ષિક મિટિંગ યોજવામાં આવી.


તાહિર મેમણ – આણંદ – 21/07/2025 – આણંદ મુકામે મેમણ સમાજ સેવા ટ્રસ્ટ ની વાર્ષિક મિટિંગ યોજવામાં આવી.જેમાં મુખ્ય મહેમાન ગુજરાત રાજ્ય ટ્રાફિક નિયમન ના એવૉર્ડ પ્રાપ્ત કરનાર પરિવર્તન ટ્રસ્ટ ના ટ્રસ્ટી પ્રિતેશ ભાઈ પરમાર,મેમણ જમાત ના જો.સેક્રેટરી સાજીદ ભાઈ મેમણ,કારોબારી સભ્ય હાજી હસન મેમણ અને મેમણ સમાજ ના અગ્રણી ઇકબાલ ભાઈ મેમણ તથા કુરેશ જમાત આણંદ ના પ્રમુખ હાજી સલીમ ભાઈ કુરેશી, ઉપ પ્રમુખ મોહસીન ભાઈ કુરેશી અને અગ્રણી ફારૂખ ભાઈ શાખા એ મિટિંગ હાજરી આપી તેમનું સન્માન મેમણ સમાજ સેવા ટ્રસ્ટ ની ટિમ દ્વારા કરવામાં આવ્યું.ત્યારબાદ મિટિંગ માં આજ રોજ ઠરાવ પાસ કરી.મેમણ સમાજ જે છેલ્લા 8 વર્ષ થી મેમણ સમાજ ના લોકો માટે સેવાકીય પ્રવુતિ કરવામાં આવે છે.જેને વધુ વેગ મળે તે માટે નવી કારોબારી બોડી,મેમણ માહિલા વીંગ્સ અને વિવિધ કમિટી ઓની રચના કરવામાં આવી.જેમાં હેલ્થ કમિટી,લીગલ કમિટી,મીડિયા કમિટી,સ્પોર્ટ્સ કમિટી અને ફેસ્ટિવલ કમિટી ની રચના કરવામાં આવી.જેમાં મેમણ સમાજ સેવા ટ્રસ્ટ ના ચેરમેન પદે ઈલિયાસ ભાઈ મેમણ,વાઇસ ચેરમેન પદે તુફેલ મેમણ,ખજાનચી પદે નદીમ મેમણ,સેક્રેટરી પદે આસિફ એન મેમણ,જો.સેક્રેટરી પદે ઇમરાન એમ મેમણ તથા કારોબારી સભ્યો ના પદે સેહજાદ મેમણ,ઇરફાન મેમણ,અંજુમ મેમણ,આસિફ મેમણ,હનીફ મેમણ,આસિમ મેમણ,ઇમરાન આર મેમણ,સકલેન મેમણ અને આફતાબ મેમણ ની નિમણુંક કરવામાં આવી.સાથે મેમણ મહિલા વીંગ્સ ના કારોબારી સભ્યો ના પદે શબાના બેન મેમણ,મહેક મેમણ,નૂરજહાં મેમણ,શાહીન મેમણ,આયેશા મેમણ,શાહીન મેમણ,રેશ્મા મેમણ,સમીના મેમણ અને હિના મેમણ નો સમાવેશ કરવામાં આવ્યો.ત્યાર બાદ હેલ્થ કમિટી ના ચેરમેન પદે ઈલિયાસ ભાઈ મેમણ,લીગલ કમિટી ના ચેરમેન પદે તુફેલ મેમણ,મીડિયા કમિટી ના ચેરમેન પદે અફઝલ મેમણ,સ્પોર્ટ્સ કમિટી ના ચેરમેન પદે આસિફ એમ મેમણ અને ફેસ્ટિવલ કમિટી ના ચેરમેન પદે સકલેન મેમણ ની તમામ કારોબારી ની સંમતિ થી નિમણુંક કરવામાં આવી.





