દાહોદ જીલ્લામાં વરસાદે વિરામ લેતા તમામ તાલુકામાં કલોરીનેશન અને સેનેટાઈઝેશનની કામગીરી કરાઇ
AJAY SANSIAugust 31, 2024Last Updated: August 31, 2024
42 Less than a minute
તા. ૩૧. ૦૮. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જીલ્લામાં વરસાદે વિરામ લેતા તમામ તાલુકામાં કલોરીનેશન અને સેનેટાઈઝેશનની કામગીરી કરાઇ
દાહોદ જિલ્લામાં બે દિવસથી વરસાદે વિરામ લીધો છે ત્યારે રોગચાળો ફેલાવવાની શક્યતાઓને ઘ્યાને લઈ જિલ્લાનું આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં સેનેટાઈઝેશન અને ક્લોરીનેશનની કામગીરી શરૂ કરી છે દાહોદ જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિતના ગામોમાં આરોગ્ય સ્ટાફ દ્વારા પીવાના પાણી માટે ઉપયોગમાં લેવામાં આવતા ગામના કૂવાને ટાંકામાં ક્લોરીનેશનની કામગીરી કરવામાં આવી આ ઉપરાંત મેલેરીયા ડેન્ગ્યુ ટાઈફોડ થી બચવા માટે ડાય ફ્લૂ બેન્ઝયુરેન ૨૫% થી સ્પ્રેયિંગ ની કામગીરી કરવામાં આવી હતી તેમજ ગામમાં ભરાયેલા ખાબોચિયામાં ઓઈલ ના દડા નાખવાની કામગીરી કરવામાં આવી ટાંકીના પાણીને સ્વચ્છ રાખવા અને સ્વચ્છતા જાળવવા ગ્રામજનોને જાગૃત કરવામાં આવ્યાં હતાં