GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી અવની ચોકડી પાસે લુડો કિંગ ગેમ પર જુગાર રમતા બે શખ્સો ઝડપાયા

 

MORBI:મોરબી અવની ચોકડી પાસે લુડો કિંગ ગેમ પર જુગાર રમતા બે શખ્સો ઝડપાયા

 

​મોરબી: શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન એક સરાહનીય કામગીરી કરી છે. અવની ચોકડી પાસે કેનાલ નજીક મોબાઈલમાં ‘લુડો કિંગ’ ગેમ દ્વારા પૈસાની હારજીતનો જુગાર રમતા બે શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે.

​મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે અવની ચોકડી પાસે કેનાલ નજીક કેટલાક ઈસમો મોબાઈલ એપ્લિકેશન દ્વારા જુગાર રમી રહ્યા છે. પોલીસે દરોડો પાડીને ત્યાંથી બે શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.૧. મહમદભાઇ ઇલ્યાસભાઇ સાઇબાની (ઉં.વ. ૨૩, રહે. કબીર ટેકરી શેરી નં-૧, મોરબી)૨. મનિષભાઇ જયકિશનભાઇ અનાવડીયા (ઉં.વ. ૨૫, રહે. રતનપર, સુરેન્દ્રનગર; હાલ રહે. અવની ચોકડી, મોરબી) પોલીસે આ બંને શખ્સો પાસેથી રૂપિયા ૧૦,૨૫૦ની રોકડ રકમ કબજે કરી છે. હાલમાં પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!