MORBI:મોરબી નાનીવાવડીના યુવાન સાથે જમીન સોદામાં 75.75 લાખની છેતરપિંડી, 5 શખ્સો સામે ફરિયાદ




MORBI:મોરબી નાનીવાવડીના યુવાન સાથે જમીન સોદામાં 75.75 લાખની છેતરપિંડી, 5 શખ્સો સામે ફરિયાદ

મોરબી: જમીન લે-વેચના વ્યવસાયમાં વિશ્વાસઘાતની ઘટનાઓ વધી રહી છે, ત્યારે મોરબીના નાનીવાવડી ગામના એક યુવાન સાથે ₹75.75 લાખની મોટી ઠગાઈનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જમીન બતાવી સોદો નક્કી કર્યા બાદ નાણાં પડાવી લઈ દસ્તાવેજ ન કરી આપતા પાંચ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મોરબીના નાનીવાવડી ગામે આવેલી શિવવિલા સોસાયટીમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા મનીષભાઈ કેશવજીભાઈ મોરડીયા (ઉ.વ. 37) એ આ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, આરોપીઓએ એકસંપ કરી ગુનાહિત કાવતરું રચ્યું હતું. મનીષભાઈને નાનીવાવડી ગામે ઓમ પાર્ક સામે જમીન બતાવી તેનો સોદો નક્કી કરવામાં આવ્યો હતો. આ સોદા પેટે ફરિયાદી પાસેથી કટકે-કટકે કુલ ₹75,75,000/- (પંચોતેર લાખ પંચોતેર હજાર) રોકડા મેળવી લેવામાં આવ્યા હતા.દસ્તાવેજમાં આનાકાની અને વિશ્વાસઘાત પૂરેપૂરી રકમ ચૂકવી દીધા હોવા છતાં, જ્યારે મનીષભાઈએ જમીનનો દસ્તાવેજ કરી આપવા જણાવ્યું, ત્યારે આરોપીઓએ ગલ્લાતલ્લાં કરવાનું શરૂ કર્યું હતું. લાંબો સમય વીત્યા બાદ પણ જમીન નામે ન કરી આપી કે નાણાં પરત ન આપીને આરોપીઓએ ફરિયાદી સાથે છેતરપિંડી આચરી હતી.ભોગ બનનાર મનીષભાઈની ફરિયાદને આધારે પોલીસે 5 શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે:અશોકભાઈ (રહે. બગથળા),સંદીપભાઈ માવજીભાઈ મેરજા (રહે. મહેન્દ્રનગર)
અકીભાઈ શાહ,કેતનભાઇ લાલજીભાઈ સંઘાણી (રહે. ઘૂટું)
રાજેશભાઈ દેસાભાઇ ચૌહાણ (રહે. માણેકવાડા)
પોલીસ કાર્યવાહી: મોરબી તાલુકા પોલીસે આ પાંચેય આરોપીઓ વિરુદ્ધ ગુનાહિત કાવતરું અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ગુનો નોંધી તેમને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.



