DAHODGUJARAT

દાહોદના ચકચારી જમીનના નકલી એન.એ હુકમ મામલે બિલ્ડર કુત્બી રાવત ને દાહોદ પોલીસે કબ્જો મેળવી 6 દિવસના રિમાન્ડ મેળવ્યા  

તા.૨૨.૦૨.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદના ચકચારી જમીનના નકલી એન.એ હુકમ મામલે બિલ્ડર કુત્બી રાવત ને દાહોદ પોલીસે કબ્જો મેળવી 6 દિવસના રિમાન્ડ મેળવ્યા

દાહોદ ના ચકચારી જમીન ના નકલી એન.એ હુકમ મામલે સૌ પ્રથમ ફરિયાદ મે 2024 માં નોધાઈ હતી અને નામાંકિત બિલ્ડર અને જમીન દલાલો ની ધરપકડ નો સિલસિલો શરૂ થયો હતો પરંતુ ફરિયાદ સમય થી જ દાહોદ છોડી વિદેશ ભાગી ગયેલા બિલ્ડર કુત્બી રાવત એ અલગ અલગ દેશ માં રહી વકીલ મારફતે સેશન્સ કોર્ટ અને હાઇકોર્ટ માં જામીન આગોતરા અરજી મૂકી હતી પરંતુ અરજી રદ્દ થઈ હતી બિલ્ડર લાંબા સમાય સુધી હાજર નહીં થતાં પોલીસે મિલકત ટાંચ માં લેવા માટે નોટીસ પણ આપી હતી તે દરમિયાન કુત્બી રવાટે સુપ્રીમ કોર્ટ ના દ્રાર ખખડાવ્યા હતા જેમાં સુપ્રીમે વચગાળા ની રાહત આપી ધરપકડ નહીં કરવાનો અને પોલીસ તપાસ માં સહયોગ આપવાનો હુકમ કર્યો હતો પરંતુ પોલીસે વિગતવાર ફાઇલ તૈયાર કરી સુપ્રીમ માં સોગંદનામું રજૂ કરી કુત્બી રાવત ની ધરપકડ માટે તજવીજ હાથ ધરી હતી જેમાં સુપ્રીમ કોર્ટે કેસ ની વિગતો ધ્યાને રાખી જામીન અરજી ફગાવી સરેન્ડર થવાનો હુકમ કરતાં આજે કુત્બી રાવત દાહોદ ની ટ્રાયલ કોર્ટ માં સરેન્ડર થતાં પોલીસે વિવિધ મુદ્દા સાથે 14 દિવસ ના રિમાન્ડ ની માંગણી કરી હતી જેમાં કોર્ટે 27 તારીખ સુધી ના રિમાન્ડ મંજૂર કર્યા હતા કુત્બી રાવત સામે અલગ અલગ બે જમીન ના નકલી એનએ હુકમ બનાવવા મામલે ફરિયાદ નોધાયેલી છે જે પૈકી એક ફરિયાદ માં પોલીસે કસ્ટડી મેળવી રિમાન્ડ મેળવ્યા હતા જ્યારે બીજી ફરિયાદ માં હાઇકોર્ટ દ્રારા વચગાળા ની રાહત આપવામાં આવેલી છે જે બાબતે પણ પોલીસ દ્રારા કાર્યવાહી હાથ ધરી વચગાળા ની રાહત દૂર કરવાની તજવીજ હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!