
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા પ્રેરિત, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, નવસારી દ્વારા આયોજિત દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષા કલા મહાકુંભ 2025-26 નું આયોજન તારીખ 23 ડિસેમ્બર અને 24 ડિસેમ્બર દરમ્યાન શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ અને સર સી.જે.એન.ઝેડ. મદ્રેસા સ્કૂલ, નવસારી ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને ઈશ્વરની વંદનાથી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત અતિથિ વિશેષનો પુષ્પગુચ્છ વડે અને ભાવભર્યા શબ્દોથી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. 
અતિથિ વિશેષગણમાં શાળાને પોતાની હાજરીથી ગૌરવાન્વિત કરતા એવા કાર્યક્રમના ઉદઘાટક શ્રી માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી દેવ ચૌધરી (IAS), જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશકુમાર દેસાઈ, પ્રદેશ મહિલા મહામંત્રી શ્રી શીતલબેન સોની, પૂર્વ પ્રમુખ નવસારી મહાનગરપાલિકા શ્રી મીનળબેન, નવસારી જિલ્લા ભાજપ મોરચા પ્રમુખ શ્રી તન્વીબેન કંસારા, નવસારી જિલ્લા યોગ કો ઓર્ડીનેટર શ્રી ગાયત્રીબેન તલાટી હાજર રહ્યા હતા.
કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત એવા માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી દેવ ચૌધરી સાહેબ દ્વારા સ્પર્ધકોને સ્પર્ધામાં ભાગ લેવા અને હાર જીત નો સામનો કરવા પ્રોત્સાહક સુચન કર્યું હતું. રાજ્ય સરકાર દ્વારા થઈ રહેલા આ કલા અને સંસ્કૃતિ ને જીવંત રાખવાના પ્રયાસ પોતાનું યોગદાન આપવા જણાવ્યું હતું.
કાર્યક્રમમાં સ્પર્ધકોને પોતાની હાજરી પ્રોત્સાહિત કરવા માન. જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશકુમાર દેસાઈ એ તેમના વકતવ્યમાં જણાવ્યું હતુંકે, સ્પર્ધામાં ભાગ લેવાથી આપનો સર્વાંગી વિકાસ થાય છે. તેથી દરેકે પોતાના જીવનમાં એક કલાને જીવંત રાખવાનો પ્રયાસ કરવો જોઈએ.





