ARAVALLIMODASA

અરવલ્લી : પ્રજાની કાળી મજૂરીના નાણાં પર ખાયકીનો ખેલ ભારે..! મોડાસા નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 8ની રસીદાબાદ સોસાયટીના ધ્રશ્યો 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : પ્રજાની કાળી મજૂરીના નાણાં પર ખાયકીનો ખેલ ભારે..! મોડાસા નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 8ની રસીદાબાદ સોસાયટીના ધ્રશ્યો 

આ દ્રશ્યો જોઈને તમને લાગતું હશે કે આ કોઈ ગામડું હશે પણ ના આ છે મોડાસા નગરપાલિકા વિસ્તારના આવેલ વોર્ડ નંબર 8 ની રસીદાબાદ સોસાયટીના ના ધ્રશ્યો જ્યાં આ વિસ્તાર 2002 પછીનો અસરગ્રસ્ત વિસ્તાર છે નગરપાલિકામાં કેટલીય બોડી બદલાઈ તેમજ કેટલીય સરકાર બદલાઈ પણ કોઈને આ વિસ્તારનો વિકાસ કરવામાં રસ જ ન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા આ મીની તળાવ જેવું દેખાય છે ત્યાં આંગણવાડી પણ છે, આંગણવાડીના બાળકોને જવામાં ખુબ તકલીફ પડે છે સ્થાનિકોએ વારંવાર નગરપાલિકાના કાન ખોલાવાનો પ્રયત્ન કર્યો પણ આંખ આડા કાન જેવી સ્થિતિ જોવા મળી રહી છે સ્થાનિકના જણાવ્યા મુજબ જેટલો ટેક્સ લેવામાં આવે છે તેની સામે કામગીરી નહીંવત જોવા મળે છે હાલ તો જાગૃત નાગરિકે ફેસબુક પર વિસ્તારની પરિસ્થિતિ ને વાયરલ કરી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો નગરપાલિકાના પ્રમુખ અને ચિફ ઓફિસર આ વિસ્તારનો વિકાસ કરવામાં રસ લે તે જરૂરી છે

Back to top button
error: Content is protected !!