GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર કાછીયાગાળા ગામે બુટ ભવાની મંદિરમાં ચોરી કરનાર શખ્સ ઝડપાયો

 

WAKANER:વાંકાનેર કાછીયાગાળા ગામે બુટ ભવાની મંદિરમાં ચોરી કરનાર શખ્સ ઝડપાયો

વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામે બુટભવાની માતાના મંદિરમાંથી ચાંદીના ૨ છત્તર કીમત રૂ ૪૦,૦૦૦ ની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદને પગલે પોલીસે આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે

વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામે રહેતા હેમંતભાઈ ઘુડાભાઈ રંગ્પરા (ઉ.વ.૩૫) વાળાએ આરોપીઓ વિપુલ ઉર્ફે પ્રવીણ મીઠાભાઈ જાદવ રહે મોટી મોલડી તા. ચોટીલા અને એક અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૨૯-૧૧ ના સવારના અગિયાર વાગ્યાના અરસામાં આરોપીઓએ બાઈક લઈને આવી કાછીયાગાળા ગામમાં આવેલ બુટ ભવાની માતાજીના મઢમાં ફોટો પર ચડાવેલ ચાંદીના છત્તર નંગ ૦૨ વજન આશરે ૫૦૦ ગ્રામ કીમત રૂ ૪૦,૦૦૦ ની ચોરી કરી હતી વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી રોડ પરના દુકાન અને પેટ્રોલ પંપના સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમજ હુમન સોર્સ મારફત તપાસ કરતા બે ઈસમો શંકાસ્પદ જણાઈ આવેલ જેમાં એક ઇસમ જયેશ બાબુભાઈ મકવાણા રહે ખારચીયા તા. જી રાજકોટ વાળાને ઝડપી લીધો છે

Back to top button
error: Content is protected !!